________________
--
૧૪
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. હવે તે જ પલ્ય ઉત્સધાંગુળપ્રમિત એક જન લો, પહોળો ને ઉડા પૂર્વની જેમ એકથી સાત દિવસ સુધીના વાળાથી અત્યંત દબાણપૂર્વક - ભરીએ કે જેને જરા પણ અગ્નિ વિગેરે આક્રમણ કરી શકે નહીં. પછી તે પાલામાં વાળાગાએ જે આકાશપ્રદેશે સ્પશેલા અને સ્પર્શ કર્યા વિનાના છે તે તમામ આકાશપ્રદેશમાંથી સમયે સમયે એકેક પ્રદેશ કાઢીએ એ પ્રમાણે કાઢતાં એટલે કાળે તે આખો પાલો તદ્દન નિર્લેપ (ખાલી) થઈ જાય તેટલા કાળવિશેષને સૂક્ષ્મ ક્ષેત્રપાપમ કહીએ. અહીં કોઈ પ્રશ્ન કરે કે-“ વાળાગ્રોવડે એ નિવિડ એ પાલે પૂર્યો છે કે જેમાં અગ્નિ વિગેરે પણ સર્વથા પ્રવેશ કરી શકે નહીં તો એવા નિવિડ રીતે ભરેલા પાલામાં શું વાળાએ સ્પર્યા વિનાના આકાશપ્રદેશે પણ રહી શકે કે જેથી તમે વાળાએ વ્યાસ અને અવ્યાત એવા આકાશપ્રદેશે જુદા જુદા કહે છે?” તેને ઉત્તર આપે છે કે “અસંખ્ય ખંડ કરેલા વાળાગ્રથી પણ આકાશપ્રદેશનું અત્યંત સૂક્ષ્મપણું હોવાથી એમ કહેલું છે.” આ સંબંધમાં પ્રશ્ન ને તેના ઉત્તરરૂપે શ્રી અનુગદ્વાર સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે-“તે સંબંધમાં પ્રેરક (શિષ્ય) પ્રજ્ઞાપકને (ગુરૂને) આ પ્રમાણે પૂછે છે કે–તે પત્યમાં એવા આકાશપ્રદેશ છે કે જેને વાળાગ્રોએ સ્પર્યા ન હોય? (ઉત્તર) હા, છે. તેને માટે દષ્ટાંત કહે છે કે-જેમ એક પાલે સાકરકેળાવડે ભર્યો પછી તેના ગાળામાં બીજેરા નાખ્યા છે તે પણ સમાયા, તેના ગાળામાં પાછા બીલા નાખ્યા તો તે પણ સમાયા, તેમાં આમળા નાખ્યા તે તે પણ સમાયા, તેમાં બાર નાખ્યા છે તે પણ સમાયા, તેમાં ચણા નાખ્યા તે તે પણ સમાયા, તેમાં તલ નાખ્યા છે તે પણ સમાયા, તે રીતે ઉપર જણાવેલા પાલામાં એવા આકાશપ્રદેશ છે કે જે વાળાએ સ્પસ્ય નથી.”
હવે કઈ ફરીને પૂછે છે કે-“જે એ પાલામાંથી વાળાગ્રોએ સ્પશેલા અને વગર સ્પશેલા (બધા) આકાશપ્રદેશ કાઢવાના છે તો પછી વાળાગ્રનું શું પ્રયોજન છે? તે સ્થળે એવી જ રીતે પ્રરૂપણા કરવી જોઈએ કે–ઉત્સધાંગુળપ્રમિત એક જનપ્રમાણુ લાંબા, પહોળા ને ઉંડા પેલ્યમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા સમયનું સૂક્ષમ ક્ષેત્રપલ્યોપમ જાણવું.” તેને ઉત્તર આપે છે કેતારૂં કહેવું સાચું છે પરંતુ આ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમવડે કરીને દષ્ટિવાદમાં સ્પષ્ટપૃષ્ટ ભેદે કરીને જુદું જુદું દ્રવ્ય પ્રમાણ કરાય છે. અસંખ્ય ખંડ કરેલા વાળાગ્રોવડે સ્પર્શેલા જે આકાશપ્રદેશે છે તેમાંથી પ્રતિસમય એકેક આકાશપ્રદેશ કાઢવાવડે કરીને જે બાદર ક્ષેત્રપલ્યોપમ થાય છે તેટલા પ્રમાણુવાળા અમુક દ્રવ્યો છે અને અસંખ્ય ખંડ કરેલા વાળાગ્રોવડે સ્પશેલા ને વગર સ્પશેલા આકાશપ્રદેશે
*