________________
પ્રોજન અને સંબંધનું કથન. મનુષ્ય ને તિર્યંચ-સર્વનું અનુપૂર્વીએ-પરિપાટીએ કહીશું. એટલે મનુષ્યાદિ કઈ કઈ ગતિના છ સુરાદિ કઈ ગતિમાં જાય? અને દેવાદિ ગતિમાંથી એવેલામરણ પામેલા જ મનુષ્યાદિ કઈ ગતિમાં ઉત્પન્ન થાય?
આ પ્રમાણે અહીં મુખ્યપણે નવ અર્થાધિકાર કહા, તે આ પ્રમાણે – સ્થિતિ ૧, ભુવનો ૨, અવગાહના ૩, ઉપપાતવિરહકાળ ૪, ઉદ્વર્તનાવિરહકાળ ૫, એક સમય ઉપપાત સંખ્યા ૬, એક સમય ઉદ્વર્તના સંખ્યા ૭, ગતિ ૮ અને આગતિ ૯. બાકી દેવોના વર્ણ ચિહ્નાદિ તેમ જ બીજી ગતિના છનું પણ આ સિવાય જે કાંઈ કહીશું તે આક્ષિણ (પ્રાસંગિક) અભિધેય જાણવું.
પ્રયોજન ને સંબંધ સામર્થ્યગમ્ય છે. તેમાં પ્રયોજન બે પ્રકારે. કર્તાનું ને શ્રોતાનું. તે એકેક પણ બે પ્રકારે-અનંતર ને પરંપર. તેમાં પ્રકરણના કર્તાને દેવાદિકનું સ્થિત્યાદિક સર્વજ્ઞવચનાનુસારે યથાવત્ જે કહેવું તેથી તે જે સત્તાનુગ્રહ તે અનંતર પ્રયોજન અને પરંપરાઓ નિઃશ્રેયસ (મોક્ષ)ની પ્રાપ્તિ તે પરમ્પર પ્રજન. કેમકે સત્તાનુગ્રહમાં પ્રવતેલા જીવ પરંપરાએ અવશ્ય પરમપદને પામે છે. કહ્યું છે કે-“સર્વજ્ઞકથિત ઉપદેશવડે કરીને જે સંસાર સંબંધી દુખેથી તપ્ત થયેલા છાને અનુગ્રહ કરે છે તે સ્વલ્પ કાળમાં મોક્ષને પામે છે.”
હવે શ્રોતાને અનંતર પ્રયજન જેવું છે તેવું યથાવત્ દેવાદિની સ્થિતિ વિગેરેનું પરિફાન થવું-બોધ થવો તે અનંતર પ્રયોજન અને પરંપરા પ્રજન તેને પણ નિઃશ્રેયસ (મોક્ષ) ની પ્રાપ્તિરૂપ સમજવું. તે આ પ્રમાણે-તે જીવો તેનું પરિજ્ઞાન થવાથી સંસારથી વિરાગ દશા પામે છે, પછી પરમપદની પ્રાપ્તિ માટે યત્ન કરે છે અને યત્ન કરવાથી પરમપદને પામે છે. કહ્યું છે કે-“સમ્યગ ભાવના પરિજ્ઞાનથી જનો વિરક્ત થાય છે અને પછી તદ્યોગ્ય ક્રિયામાં આસક્ત થયા સતા નિર્વિધને પરમગતિને પામે છે (મેક્ષે જાય છે). - હવે સમ્બન્ધ બે પ્રકારે—ઉપાયોપેયભાવલક્ષણ અને ગુરૂ પર્યક્રમલક્ષણ. તેમાં ઉપાયોપેયભાવલક્ષણ સંબંધ તકનુસારીને અંગે છે. વચનપણાને પામેલ આ પ્રકરણ તે ઉપાય અને તેનું પરિજ્ઞાન તે ઉપેય સમજવું. શ્રદ્ધાનુસારીને માટે ગુરૂપર્વિક્રમલક્ષણ સંબંધ છે. તે ગુરૂપવંક્રમ આ પ્રમાણે–પ્રથમ પરમાહત્ય મહિમાવડે વિરાજમાન એવા ભગવંત શ્રી વર્ધમાનસ્વામીએ સુરસ્થિતિ વિગેરેનું પ્રતિપાદન કર્યું, ત્યારપછી સુધર્માસ્વામીએ દ્વાદશાંગીમાં સૂત્રરૂપે ગુંચ્યું, તેમાંથી આર્યસ્થામાદિકે પ્રજ્ઞાપના વિગેરેમાં ઉદ્ધર્યું, તેમાંથી મન્દબુદ્ધિવાળા જીવોને અવધ થવા માટે સંક્ષેપ કરીને આ પ્રકરણમાં ઉદ્ધરવામાં આવે