________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. હવે ચંદ્રાદિના વિમાનનું પ્રમાણ પ્રતિપાદન કરતા સતા કહે છે – एगट्टि भाग काऊण, जोयणं चंदमाइ पंचण्हं । માયામ વિસંમ, ૩ ચેવ લુછામિ છે. ૨૮
ટીકાથ–પ્રમાણાંશુળનિષ્પન્ન એવા એક જનના એકસઠ ભાગ બુદ્ધિવડે કરીને ચંદ્રાદિના એટલે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાના–એ પાંચેના વિમાન લંબાઈ, પહોળાઈ ને ઉંચાઈમાં કેટલા કેટલા ભાગ પ્રમાણ છે? તે કહે છે. ૯૮
હવે પ્રતિજ્ઞાતને નિર્વાહ કરે છે– छप्पन्ना अडयाला, अद्ध गाउ य तहद्धगव्यं । आयामं विखंभ, आयामद्धं च उच्चत्तं ॥ ९९ ॥
અર્થ –એકસઠીયા ૫૬ ભાગ, એકસઠીયા ૪૮ ભાગ, અર્ધયોજન, એક ગાઉ અને અર્ધગાઉ આ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારાના વિમાનો આયામ ને વિઝંભ સમજો અને આયામ કરતાં અર્ધ ઉચ્ચત્વ સમજવું.
ટીકાર્થ:–ચંદ્રના વિમાનને આયામ ને વિષ્કભ-લંબાઈ ને પહોળાઈ જનના એકસઠીઆ ૫૬ ભાગની, સૂર્યના વિમાનની ૪૮ ભાગની, ગ્રહના વિમામોની અર્ધ જનની, નક્ષત્રના વિમાનની એક ગાઉની અને તારાના વિમામોની અર્ધ ગાઉની સમજવી. સર્વ તિષ્કના વિમાનની ઉંચાઈ પિતપતાના વિમાનના આયામ કરતાં અર્ધ સમજવી. તે આ પ્રમાણે ચંદ્રના વિમાનની ઉંચાઈ એકસઠીઆ ૨૮ ભાગની, સૂર્યના વિમાનની ૨૪ ભાગની, ગ્રહના વિમાનની ઉંચાઈ એક ગાઉની, નક્ષત્રના વિમાનની ઉંચાઈ અર્ધ ગાઉની અને તારાના વિમાનની ઉંચાઈ ? ગાઉની એટલે ૫૦૦ ધનુષ્યની સમજવી. અહીં જે તારાના વિમાનના આયામ–વિષ્કભનું પ્રમાણ અર્ધ ગાઉનું અને ઉચ્ચત્વ ડું ગાઉનું કહ્યું છે તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તારાદેવ સંબંધી વિમાનનું સમજવું. જે જઘન્ય સ્થિતિવાળા તારાદેવ છે તેના વિમાનનું પરિમાણ–આયામ વિધ્વંભમાં ૫૦૦ ધનુષ્યનું અને ઉંચાઈમાં ૨૫૦ ધનુષ્યનું સમજવું. આ સંબંધી તત્ત્વાર્થભાષ્યમાં ઉપર પ્રમાણે જ કહેલ છે તેથી તે પાઠ અહીં લખ્યું નથી. ૯૯
(ઉપર પ્રમાણે પરિમાણ મનુષ્યક્ષેત્રમાં રહેલા તિષ્કના વિમાનનું છે.) હવે મનુષ્યક્ષેત્રની બહાર રહેલા ચંદ્રાદિના વિમાનનું પરિમાણ કહે છે –