________________
ગ્રન્થમાં કહેવાના અધિકાર निठविय अठकम्मं वीरं नमिऊण तिगरणविसुद्धं ।' नाणमणंतमहत्थं ता संगहणि त्ति नामेणं ॥१॥ वुच्छं ठिइभवणोगाहणा य सुरनारयाण पत्तेयं । नरतिरिअदेहमाणं आउपमाणं च वुच्छामि ॥ २॥ विरहुववाउबट्टे संखं तह चेव एगसमएणं । गइरागइं च वुच्छं सवेसिं आणुपुबीए ॥३॥
ગાથાર્થ_“નાશ કર્યો છે આઠ કર્મો જેણે એવા અને અનંત જ્ઞાનવાળા એવા વીર પરમાત્માને ત્રિકરણશુદ્ધ નમસ્કાર કરીને યથાર્થ એવું સંગ્રહણિ નામનું પ્રકરણ હું કહીશ. ૧” “દેવ અને નારક જીવોની સ્થિતિ, ભુવન અને અવગાહના હું કહીશ અને મનુષ્ય તથા તિર્યંચોનું દેહમાન અને આયુપ્રમાણુ એ બે વાના કહીશ. ૨” “ઉત્પત્તિ ને અવનનો વિરહકાળ, એક સમયે ઉપપાત ને અવનની સંખ્યા તથા ગતિ ને આગતિ એ અનુપૂવીએ-ક્રમશ: ચારે ગતિનું સર્વનું કહીશ. ૩”
વિશેષાર્થ–પ્રથમની ગાથામાં મંગળ, અભિધેય, પ્રયોજન ને સંબંધ એ અનુબંધચતુષ્ટય કહેલ છે. તેની સ્પષ્ટતા ટીકાકાર બહુ વિશિષ્ટતાએ કરનારા હેવાથી અહીં તેને વિસ્તાર કર્યો નથી, તે પણ ટૂંકામાં સમજવું કે–વીર પરમાત્માને નમસ્કાર કરવારૂપ મંગળ કહ્યું છે, સંગ્રહણિ પ્રકરણ કહેવારૂપ અભિધેય કહ્યું છે અને પ્રયોજન તથા સંબંધ અર્થોપત્તિગમ્ય છે તે ટીકામાં સ્પષ્ટ કરેલ છે.
બીજી ને ત્રીજી ગાથામાં અભિધેય વિશેષ સ્પષ્ટ કરેલ છે. આ પ્રકરણમાં દેવ અને નારકગતિ સંબંધી સ્થિતિ ( આયુ ), ભવન (તેમને રહેવાના સ્થાન), અવગાહના ( શરીરની ઉંચાઇનું પ્રમાણ ), ઉપપાત વિરહકાળ ( ઉત્પન્ન થવામાં કેટલું અંતર પડે તે), વન વિરહકાળ (ચવવામાં-મરણું પામવામાં કેટલું અંતર પડે તે), ઉપપાત સંખ્યા (એક સમયે વધારેમાં વધારે કેટલા જીવ ઉપજે તે ), વનસંખ્યા ( એક સમયે વધારેમાં વધારે કેટલા જીવો એવે તે ), ગતિ (મરણ પામીને ક્યાં ક્યાં ઉત્પન્ન થાય તે), આગતિ ( ક્યાં ક્યાંથી આવીને ઉપજે તે ) આ પ્રમાણેના નવ દ્વારમાંથી મનુષ્ય ને તિર્યંચાનું સ્થાન (દેવો ને નારકીની જેવું) ચક્કસ–શાશ્વત ન હોવાથી તે બે