________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર. દેવકના દે શરીરે કેવા વર્ણવાળા હોય છે? ગતમ! કનકત્વફ સરખા રક્ત વર્ણવાળા હોય છે. સનકુમાર-માહેંદ્ર ક૯૫ના દેવો કેવા વર્ણવાળા હોય છે? હે મૈતમ! પગાર હોય છે. બ્રહ્મ–લાંક કલ્પના દે કેવા વર્ણવાળા હોય ? હે ગૌતમ! લીલા મહુડાના પુષ્પ જેવા વર્ણવાળા હોય છે. શેષ સર્વ દેવ શુક્લ વર્ણવાળા હોય છે.” આમ કહેનારને ટીકાકાર ઉત્તર આપે છે કે- સૂત્ર સાથે વિરોધ આવશે નહીં, કારણ કે બ્રહ્મલેકવાસી દેવો પરિણતતર આ મહુડાના પુષ્પ સરખા વર્ણવાળા સતા જરાક ગરત્વચાવાળા હોય છે, તે કમળની કેસરાના ગેરવર્ણમાં અંતર્ભાવ પામે છે. લાંતક કલ્પના દે અપરિણત આદ્ર મહુડાના પુષ્પ જેવા વર્ણવાળા હોવાથી પ્રાયે કાંઈક પાંડુ શરીરવાળા હોય છે પણ તેને શુક્લ વર્ણમાં અંતર્ભાવ થાય છે. એટલે આદ્ર મધુકપુષ્પના સરખા વર્ણવાળાપણું ઉભયત્ર અવિરધી છે, તેથી કાંઈ પણ દેષાપત્તિ નથી.” ૧૯૫
ઉપર પ્રમાણે વર્ણવિભાગ કહે, હવે આહાર ને ઉચ્છવાસન વિધિ કહે છે – दसवाससहस्साइं, जहन्नमाउं धरंति जे देवा । तेसिं चउत्थाहारो, सत्तहि थोवेहि ऊसासो ॥ १९६ ॥
ટીકાર્ય —ભવનપતિ ને વ્યંતરનિકાયના જે દેવે જઘન્ય આયુને અર્થાત્ દશ હજાર વર્ષની સ્થિતિને ધારણ કરે છે તેને આહારને અભિલાષ ચતુર્થે થાય છે. અહીં ચતુર્થ શબ્દ અહોરાત્રવાચક છે, તેથી એક અહેરાત્રને અંતરે અભિલાષ થાય છે એમ સમજવું. આહારને અભિલાષ થયે સતે મનવડે જ તૃપ્તિને પામે છે. મનુષ્યની જેમ કાવલિકાહાર કરતા નથી. આ હકીક્ત આગળ સૂત્રકાર પિતે જ સ્પષ્ટ કરશે, તથા એ દશ હજાર વર્ષની સ્થિતિવાળા દેવને ઉચ્છવાસ લેવાનું સાત સ્તોકે (નીરોગી મનુષ્યના સાત પ્રાણે એક સ્તક) એટલે સાત સાત સ્તોકને આંતરે પ્રવર્તે છે. શ્રીતત્વાર્થભાષ્યકાર ઉચ્છવાસ ને આહારને માટે ઉપર કહ્યા પ્રમાણે જ કહે છે. ૧૬
અહીં આહારને વિષય હેવાથી આહાર કેટલા પ્રકાર છે તે કહે છે – सरिरेणोयाहारो, तया य फासे य लोमआहारो। परकेवाहारो पुण, कावलिओ होइ नायव्वो ॥ १९७ ॥ ૧ શ્વાસોશ્વાસ (પ્રાણ). ૭ પ્રાણ ૧ રતક, ઑકે ૧ લવ, ૭૭ લવે ૧ મુદ્દ.