________________
૧૭૪ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ નરકાધિકાર. સિધર્મદેવલોકમાં કેવળ તેજલેશ્યા જ પૂર્વે કહેલી છે, છતાં ભુવનગુરૂ-તીર્થકર શ્રી વિરપરમાત્માને અત્યંત ઉપસર્ગ કરનાર સંગમકાદિકને તે લેસ્યા ઘટશે નહીં, કેમકે તેલેશ્યાનો સદ્દભાવ સતે પ્રશસ્ત પરિણામની ઉપપત્તિ થતી હોવાથી ભુવનગુરૂ-તીર્થકરને ઉપસર્ગ કરવાપણું ઘટી શકશે નહીં. અન્યત્ર પ્રદેશાન્તરમાં એમ કહ્યું છે કે દેવ અને નારકીઓને આ (ઉપર કહી તે) દ્રવ્યલેશ્યા હોય છે અને ભાવના પરાવર્તનપણથી દેવો અને નારકીઓને છએ લેહ્યા હોય છે.” તેથી ઉપરની ગાથામાં જે લેશ્યા સંબંધી નિયમ કહેલો છે તેને વિરોધ આવશે, માટે નારકીઓને અને પૂર્વે કહી ગયા પ્રમાણે દેવોને બાહ્યવર્ણરૂપ દ્રવ્યલેશ્યા જ સ્વીકારવી. ” આ બધું જે કહ્યું છે તે સર્વ અયુક્ત છે. તેમણે પ્રથમ જે સાતમી નરકપૃથ્વીવાસી નારકને સમ્યગદર્શનની પ્રાપ્તિ કહી છે વિગેરે કહ્યું છે તે તેમને આગમનું અપરિજ્ઞાન સૂચવે છે. જે કારણ માટે શ્રી પ્રજ્ઞાપના વિગેરે આગમાં કહ્યું છે કે
से नूणं भंते ! किण्हलेसा निललेसं पप्प नो तारूवत्ताए नो तावन्नत्ताए नो तागंधत्ताए नो तारसत्ताए नो ताफासत्ताए भुजो भुजो परिणमइ ? हंता गोयमा ! किण्हलेसा नीललेसं पप्प नो तारूवत्ताए नो तावन्नत्ताए नो तागंधत्ताए नो तारसत्ताए नो ताफासत्ताए भुञ्जो भुजो परिणमइ। से केणटेणं भंते ! एवं वुचई किण्हलेसा नीललेसं पप्प नो तारूवत्ताए जाव परिणमेइ ? गोयमा ! आगारभावमायाए वा से सिया पलिभागमायाए वा से सिया किण्हलेसाणं सा नो खलु नीललेसं तत्थगया उस्सक्कइ । से एएणडेणं गोयमा! एवं वुच्चइ किण्हा लेसा नीललेसं पप्प नो तारूवत्ताए जाव परिणमइति ।
આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે-જે શબ્દ અથ શબ્દના અર્થમાં છે, અને તે પ્રશ્નને માટે લખે છે. તથા ભદંત શબ્દ શ્રી વર્ધમાનસ્વામીના સંબંધનમાં છે, તેથી આ પ્રમાણે અર્થ કરે-“હે ભગવન્આ પ્રમાણે નિશ્ચયે છે કે કૃષ્ણલેશ્યાના દ્રવ્યો નીલલેશ્યાના દ્રવ્યને પામીને તે રૂપાણાએ એટલે નીલલેશ્યાના દ્રવ્યનું જે રૂ૫ છે તે રૂપપણુએ નથી પરિણમતા ? તથા તેના વર્ણપણાએ એટલે નીલલેશ્યાના દ્રવ્યનો જે વર્ણ છે તે વર્ણપણાએ નથી પરિણમતા? તથા તેના ગંધપણાએ એટલે નીલલેશ્યાના દ્રવ્યનો જે ગંધ છે તે ગંધપણાએ નથી પરિણમતા ? તથા તેના રસાણાએ એટલે નીલલેશ્યાના દ્રવ્યને જે રસ છે તે રસપણએ નથી પરિણમતા? તથા તેના