________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. ટીકાર્થ –મનુષ્યલકની બહાર ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું આંતરું પચાસ હજાર યોજનથી કાંઈક અધિક–એટલું છે. આ ગાથા પ્રક્ષેપ છે એમ કેમ જણાય? તે કહે છે–મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિએ આ વાતની લેશ પણ સૂચના કરી નથી તેથી આ ગાથા પ્રક્ષેપ જણાય છે. આ પ્રમાણે આગળ પણ મતાન્તર પ્રતિપાદક ગાથા હોય તે પ્રક્ષેપ ગાથા સમજવી. ૭૩
મનુષ્યક્ષેત્રની બહાર લાખ લાખ જનને આંતરે રહેલી ચંદ્ર-સૂર્યની પંક્તિને કહેનારી મતાન્તરવાળી બીજી પ્રક્ષેપ ગાથા કહે છે –
पणयालसयं पढमि-ल्लुयाइं पंतीए चंदसूराणं । तेण परं पंतीओ, छगसत्तगवुढिओ नेया ॥ ७४ ॥
અર્થ–મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્રને સૂર્ય પહેલી પંક્તિમાં ૧૪૫ જાણવા ત્યારપછી દરેક પંક્તિમાં છ અથવા સાતની વૃદ્ધિ જાણવી. ૭૪.
ટીકાર્થ –મનુષ્યક્ષેત્રની બહાર અર્ધ લક્ષ જન જઈએ ત્યારે ચંદ્રસૂર્યની પહેલી પંક્તિ આવે તે પંક્તિમાં પરિધિ પ્રમાણે ૧૪૫ ચંદ્રો અને ૧૪૫ સૂર્યો હોય, તે આ પ્રમાણે- મનુષ્યક્ષેત્રથી આગળ અર્ધ લક્ષ એજન જઈએ ત્યારે વૃત્તક્ષેત્રનું પરિમાણ ૪૬ લાખ જનનું થાય. તેની પરિધિ એક કોડ પીસ્તાળીશ લાખ હેંતાળીશ ડજાર ચાર સો ને છતર (૧૪૫૪૬૪૭૬)
જનની થાય. એટલી પરિધિમાં કિંચિત્ અધિક પચાસ પચાસ હજાર યેજનને આંતરે રહેલા ચંદ્રસૂર્યો ૧૪૫–૧૪૫ થાય. ત્યારપછીની પંક્તિઓમાં ચંદ્રસૂર્યની સંખ્યામાં છે અથવા સાતની વૃદ્ધિ કરવી. એટલે કે પહેલી પંકિત પછીની એક પંકિતમાં છે, બીજી પંક્તિમાં સાત, ત્યારપછી બે પંક્તિમાં છ છે, ત્યારપછી એક પંક્તિમાં સાત, આ પ્રમાણે દરેક પંક્તિમાં વધતી વધતી સંખ્યા પ્રતિદ્વીપ ને પ્રતિસમુદ્ર જાણવી. આ બાબત આ પ્રમાણે સમજવું કે–પુષ્કરવરદ્વીપના ઉત્તરાર્ધમાં પહેલી પંક્તિમાં ૧૪૫ ચંદ્ર ને ૧૪૫ સૂર્ય, બીજી પંક્તિમાં છ છ વધારવા એટલે ૧૫૧ ચંદ્ર ને ૧૫૧ સૂર્ય, ત્રીજી પંક્તિમાં ૭ વધારવા એટલે ૧૫૮ ચંદ્ર ને ૧૫૮ સૂર્ય, ચોથી પંક્તિમાં છ વધારવાથી ૧૬૪ ચંદ્ર ને ૧૬૪ સૂર્ય, પાંચમી પંક્તિમાં પણ છ જ વધતા હેવાથી ૧૭૦ ચંદ્ર ને ૧૭૦ સૂર્ય, છઠ્ઠી પંક્તિમાં સાત વધતા હોવાથી ૧૭૭ ચંદ્ર ને ૧૭૭ સૂર્ય, સાતમી પંક્તિમાં છ વધવાથી ૧૮૩ ચંદ્ર ને ૧૮૩ સૂર્ય, આઠમી પંક્તિમાં છ વધ