________________
સામાન્યાધિકાર. ] ત્રણ પ્રકારની અંગુલનું સ્વરૂપ.
૨૧૧ ને વિમાનાદિક માપવા. તેમાં પર્વત તે મેરૂ વિગેરે, પૃથિવી ઘર્મા વિગેરે અને વિમાને સંધર્માવલંકાદિ. વિમાનનું ગ્રહણ કરવાથી ઉપલક્ષણવડે ભવન, નરકાવાસાદિ પણ સમજવા. એટલે તે પણ પ્રમાણાંગુળવડે માપવા.
હવે અંગુળની ભાવના કહે છે અર્થાત્ તે સમજાવે છે.—જે કાળે જેવડા પુરૂષે હોય તેની પિતાની જે અંગુલ તે આત્માંગુળ સમજવી. ઉલ્લેધાંગુળનું પ્રમાણુ પરમાણુ વિગેરેથી કરવું. તે પરમાણુ બે પ્રકારના છે. સૂક્ષ્મ ને વ્યવહારિક. તેમાં અનંતા સૂમ પરમાણુવડે વિસસા પરિણામે સંઘાતવિશેષને પામે તે એક વ્યવહારિક પરમાણુ જાણો. તેનું પરિમાણ પૂર્વાચાર્યો આ પ્રમાણે કહે છેખલ્ગાદિ અતિ તીક્ષણ શસ્ત્રવડે જે પુગળવિશેષને પુરૂષ છેદી ન શકે– અર્થાત્ બે ભાગ કરી ન શકે, તેમ જ ભેદી ન શકે–અર્થાત્ તેમાં છિદ્ર પાડી ન શકે તેને પરમ અણુ-ઘટાદિની અપેક્ષાએ સૂક્ષ્મ આણ, સિદ્ધાંતના જાણનાર તરીકે પ્રસિદ્ધ થયેલા તે સિધ્ધ કહે છે. તે અંગુળ હસ્તાદિનું પ્રમાણ કરવામાં આદિ-મૂળભૂત છે.” એવા આઠ પરમાણુવડે એક ઉલણ લણિકા, આઠ ઉલણ લક્ષિણકાવડે એક લ લણિકા, આઠ લણલણિકાએ એક રથરેણુ, આઠ રથરેણુએ એક ત્રસરેણુ, આઠ ત્રસરેણુએ એક વાળાગ, આઠ વાળાગે એક લિખ, આઠ લિખે એક યૂકા (જુ), આઠ યૂકાએ એક યવમધ્ય, આઠ યવમધ્યે એક ઉછૂયાંગુળ, છ અંગુળે એક પાદ, બે પાદે એક વિતસ્તિ(વંત), બે વિતસ્તિએ એક હાથ, ચાર હાથે એક ધનુષ્ય, બે હજાર ધનુષ્ય એક ગાઉ, ચાર ગાઉએ એક જન. આ અર્થને કહેનારી અહિં ત્રણ ગાથાઓ છે તેમાં જે હકીકત છે તે ઉપર પ્રમાણે જ છે તેથી તે અહીં આપેલ નથી. આ ગાથામાં ઉલણ લણિકા ને લણ લણિકા આપેલ નથી. શ્રી અનુગદ્વારસૂત્રમાં પણ એ જ પ્રમાણે (ગાથા પ્રમાણે) કહેલ છે. ૩૪૯
હવે પ્રમાણુગુળ પ્રતિપાદન કરવા માટે કહે છે –
उस्सेहंगुलमेकं, हवइ पमाणंगुलं सहस्सगुणं । . उस्सेहंगुलदुगुणं, वीरस्सायंगुलं भणियं ॥ ३५०॥ :
શબ્દાર્થ –ઉત્સધાંગુળથી એક હજાર ગુણું પ્રમાણાંગુળ જાણવી અને ઉત્સધાંગુળથી બમણું વીર પરમાત્માની આત્માંગુળ જાણવી. ૩૫૦
ટીકાર્થ – ઉત્સધાંગુળ કે જેની અનંતર વ્યાખ્યા કરવામાં આવી છે