________________
નરકાધિકાર. ] આવલિકા પ્રવિષ્ટની દિશાવિદિશામાં સંખ્યા.
૧૫૯ ટીકાર્થ –સાતમી પૃથ્વીમાં એક પ્રતર, તે પશ્ચાનુપૂવએ ગાણુતા પહેલું, તેમાં પ્રત્યેક દિશાએ એકેક નરકાવાસે, ચારે વિદિશામાં એકે નહીં. કહ્યું છે કે–ચારે દિશામાં એકેક અને મધ્યમાં અપ્રતિષ્ઠાન, વિદિશા નરકાવાસાવિહણ (રહિત) એ રીતે પ્રથમ પ્રસ્તટે પાંચ નરકાવાસા જાણવા.” ત્યારપછી તેની ઉપરની પૃથ્વીમાં દરેક પ્રસ્તટમાં દિશા ને વિદિશામાં એકેકની, પછી બબ્બેની, પછી ત્રણ ત્રણની, એમ ત્યાં સુધી વૃદ્ધિ કરવી કે યાવત્ રત્નપ્રભા પૃથ્વીના સર્વાતિમ પ્રસ્તટે પૂર્વાનુમૂવી એ વિચારતાં પ્રથમ પ્રસ્તટે એકેક દિશામાં ૪૯૪૯ નરકાવાસા આવે. ઉપલક્ષણથી દરેક વિદિશામાં ૪૮-૪૮ આવે એમ સમજવું. અહીં આ પ્રમાણે ભાવના (વિચારણ) કરવી કે–પશ્ચાનુપૂવીએ પ્રથમ પ્રસ્તટથી ઉપર બીજે પ્રસ્તટે વિદિશામાં એકેક ને દિશામાં બે બે, ત્રીજે પ્રસ્તટે વિદિશામાં બે બે ને દિશામાં ત્રણ ત્રણ, ચોથે પ્રસ્તટે વિદિશામાં ત્રણ ત્રણ ને દિશામાં ચાર ચાર–એમ દિશામાં ને વિદિશામાં દરેક પ્રસ્તટે એકેકની વૃદ્ધિ કરતાં ત્યાં સુધી જવું કે યાવત્ ૪૯ મે પ્રસ્તટે પ્રત્યેક દિશામાં ૪૯-૪૯ અને પ્રત્યેક વિદિશામાં ૪૮-૪૮ આવે. ઇતિ. ૨૫૮
હવે દરેક પ્રસ્તટે સર્વ દિશા ને વિદિશામાં મળીને આવલિકા પ્રવિષ્ટ નારકાવાસા ગણવા માટે કરણ કહે છે –
इट्ठपयरस्स संखा, अठगुणा तिरहिआ भवे संखा ।
અર્થ-ઈષ્ટ પ્રતરની સંખ્યાને આઠગુણ કરી તેમાંથી ત્રણ બાદ કરતાં જે સંખ્યા રહે તેટલા તે પ્રસ્તટે આવલિકા પ્રવિષ્ટ નારકાવાસા જાણવા.
ટીકા ઈષ્ટ એટલે વિવક્ષિત પ્રસ્તટની એક દિશાએ જેટલા નરકાવાસા હોય તેને આઠવડે ગુણવા, ગુણતાં જે સંખ્યા આવે તેમાંથી ત્રણ બાદ કરવા. બાદ કરતાં જે રહે તેટલી તે પ્રસ્તટે દિશા-વિદિશાના મળીને આવલિકાપ્રવિણ નરકાવાસાની સંખ્યા જાણવી. જેમકે રત્નપ્રભાના પહેલે પ્રસ્તટે એક દિશાએ નરકાવાસાની સંખ્યા ૪૯ ની છે. તેને આઠવડે ગુણતાં ૩૯૨ આવે. તેમાંથી ત્રણ બાદ કરીએ એટલે ૩૮૯ રહે. એટલી રત્નપ્રભાના પહેલે પ્રસ્તટે સર્વ દિશાવિદિશાના મળીને આવલિકામવિષ્ટની સંખ્યા જાણવી. બીજે પ્રસ્તટે એક દિશામાં ૪૮ ની સંખ્યા છે. તેને આઠવડે ગુણતાં ૩૮૪ આવે. તેમાંથી ત્રણ બાદ કરતાં ૩૮૧ રહે. એટલા બીજે પ્રસ્તટે આવલિકા પ્રવિણ નરકાવાસા જાણવા. એ પ્રમાણે પ્રત્યેક પ્રસ્તટે કરવું. યાવત્ ૪૯ મે પ્રસ્તટે દરેક દિશામાં