________________
મા,
૧૭
દેવાધિકાર. ] દેવલે કેની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવાનું કરણ. સ્વામી અનુક્રમે એમને યમ નામના લેપાળની સ્થિતિ ત્રીજા ભાગે અધિક પલ્યોપમની છે, પશ્ચિમદિશાના કપાળ વરૂણની દેશોન બે પલ્યોપમની છે અને ઉત્તરદિશાના કપાળ વિશ્રમણની પૂરા બે પલ્યોપમની છે. આ એમની સ્થિતિનું પરિમાણું પાંચમા અંગના ત્રીજા શતકના આઠમા ઉદ્દેશામાં કહેલું છે. આ પ્રમાણે હોવાથી જે પૂર્વ પૂર્વ પ્રસ્તટની ઉત્કૃષ્ટી તે ઉત્તરોત્તર પ્રસ્તમાં જઘન્ય સ્થિતિ હોય તો તેમાં પ્રતરે જઘન્ય સ્થિતિ એક સાગરોપમને બીજા સાગરેપમના તેરીઆ ૧૧ ભાગની હોવી જોઈએ પરંતુ તેમ નથી, તેથી જ તેરમે પ્રસ્તટે વર્તતા લેપાળોની સ્થિતિ ત્રીજા ભાગે અધિક પલ્યોપમ વિગેરેની સિદ્ધાંતમાં કહી છે તેની સાથે વિરોધ આવતો નથી. આથી નિર્ણય થયે કે સર્વત્ર બધે પ્રસ્તટે જઘન્યસ્થિતિ એક પોપમની છે. કપાળની મધ્યમસ્થિતિ છે, એટલે તેમાં વિરોધ નથી.
આ પ્રમાણે ઈશાન કલ્પમાં પણ સમજવું. પરંતુ ત્યાં તેરે પ્રતરમાં જઘન્ય ને ઉત્કૃષ્ટ સ્થિતિમાં કિંચિત્ અધિકપણે સમજવું. ૨૦-૨૧. - હવે બે પછીના કમાં દરેક પ્રસ્તટે સ્થિતિ જાણવાનું કરણ કહે છે –
सुरकप्पठिईविसेसो, सगपयरविहत्त इत्थ संगुणिओ। हिडिल्लठिईसहिओ, इच्छियपयरम्मि उक्कोसा ॥ २२ ॥
ટીકાર્થ–સુરકલ્પ એટલે વૈમાનિક દેવના કલ્પની પૂર્વની ને ઉત્તરની જે સ્થિતિ કહી છે તેનો વિલેષ કરવો એટલે પૂર્વકલ્પ સંબંધી જે ઉત્કૃષ્ટસ્થિતિ કહેલ છે તેને ઉત્તરકલ્પ સંબંધી ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી બાદ કરવી. એ બાદ કરવાથી–વિલેષ કરવાથી જે અંક આવે તેને સુરકલ્પસ્થિતિવિશેષ કહીએ. તેને પિતાના કલ્પના પ્રતરવડે ભાંગીએ. ભાંગતાં જે આવે તેને જે સંખ્યાવાળા પ્રતરની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવાની ઈચ્છા હોય તેટલી સંખ્યા વડે ગુણીએ. ગુણતાં જે આવે તેને નીચલાની સ્થિતિ એટલે નીચેના દેવકની ઉત્કૃષ્ટ સ્થિતિ સહિત કરીએ તેટલી ઈચ્છિત પ્રતરે ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. ૨૨.
એ પ્રમાણે કરણ કહ્યું હવે એ પ્રમાણે કરણ કરવાથી જે આવે તે કહેવાને ઈચ્છતા સતા પ્રથમ સનકુમાર દેવલોક સંબંધી કહે છે
दो अयरा य जहन्ना, पढमे पयरे सणंकुमारस्स । दो अयरा उक्कोसा, बारस भागा य पंचन्ने ॥२३॥