________________
નરકાધિકાર.] સાત પૃથ્વી ફરતા ત્રણ વલયનું પરિમાણ A. ૧૫૧ न वि अ फुसंति अलोगं, चउसुंपि दिसासु सव्वपुढवीओ । संगहिया वलएहिं, विकंभं तेसि वुच्छामि ॥ २४३ ॥
ટીકાર્થ–સર્વે પૃથ્વીઓ ચારે દિશાએ અલકને સ્પર્શતી નથી, પરંતુ તે ઘનોદધિ, ઘનવાત ને તનુવાતના વલયવડે પરિવેષ્ટિત છે. તે જ કહે છે–સર્વ પૃથ્વીની નીચે જે ઘોદધિ વિગેરે છે તે મધ્ય ભાગે તો ઉપર કહી ગયા પ્રમાણે બાહલ્યવાળા છે પરંતુ ત્યારપછી પ્રદેશ હાનિવડે ઘટતા ઘટતા પિતપોતાની પૃથ્વીના પર્યત ભાગે બહુ પાતળા થઈને પોતપોતાની પૃથ્વીને વલયાકારે વીંટીને રહેલા છે. ત્યાં તે ઘોદધિ વિગેરેના વલયનું જાડાપણું સર્વત્ર પિતાપિતાની પૃથ્વી અનુસાર સમજી લેવું. તે વલયના વિધ્વંભનું પરિમાણુ હવે કહે છે. ૨૪૩
પ્રતિજ્ઞાતને નિર્વાહ કરવા માટે કહે છે – छच्चेव अद्धपंचम, जोयणमद्धं च होइ रयणाए । उदहीघणतणुवाया, जहासंखेण निद्दिट्ठा ॥ २४४ ।।
ટીકાથ–રત્નપ્રભા પૃથ્વીની ફરતા ઘોદધિ, ઘનવાત ને તેનુવાતના વલયો છે. તેમાં પ્રથમ ઘનોદધિનું વલય ઉપર ભાગે છે જન પ્રમાણે, ઘનવાતનું વલય સાડાચાર જન પ્રમાણ અને તનુવાતનું વલય દેઢ યેાજન પ્રમાણએમ કુલ બાર યેાજન પ્રમાણ ત્રણ વલય કહેલા છે. તેની પછી અલોક છે. ૨૪૪
હવે બાકીની પૃથ્વીના વનોદધિ વિગેરેના વલયનો વિષંભ કહે છે – तिभागो गाउअं चेव, तिभागो गाउअस्स य ।
आइधुवे परकेवो, अहो अहो जाव सत्तमिया ॥२४५॥
ટીકા--આઈધુવે એટલે પ્રથમ પૃથિવીગત ઘનોદધ્યાદિ વલયના પરિમા‘ણમાં યથાસંખ્ય એજનનો ત્રીજો ભાગ, એક ગાઉ ને એક ગાઉને ત્રીજો ભાગ ઉમેરો. એટલે ઘનોદધિમાં જનને ત્રીજો ભાગ, ઘનવાતમાં એક ગાઉ ને તનુવાતમાં એક ગાઉને ત્રીજો ભાગ એમ દરેક પૃથ્વીના વલયમાં યાવત્ સાતમી નરક પૃથ્વી સુધી ઉમેરવું. ૨૪૫