________________
દેવાધિકાર.] ત્રણે પ્રકારને આહાર ક્યારે ક્યારે હોય ?
૧૨૫ ટીકાર્થ –શરીરવડે એટલે તેજસ કામણાદિવડે એજ આહાર હોય છે અર્થાત્ તેજસ શરીર સહિત કાર્મણશરીરવડે પૂર્વભવના શરીરને ત્યાગ કરીને વિગ્રહગતિવડે ઉત્પાત્તદેશને પાપે સતે જે પ્રથમ સમયે દારિકાદિ શરીર પ્રાગ્ય પુદ્ગળોને ગ્રહણ કરે છે (આહારે છે, અને જે બીજા વિગેરે સમયમાં યાવત્ શરીર નિષ્પત્તિ થતાં સુધી દારિકાદિ મિશ્રકાગવડે પુદગળ ગ્રહણ કરે છે (આહારે છે) તે એજાહાર જાણો. જે ત્વચાવડે એટલે સ્પશે દ્રિયના સ્પર્શ વડે શરીરના ઉપષ્ટભક પુગળને ગ્રહણ કરે છે (આહારે છે) તેને માહાર કહીએ. અર્થાત્ ભવડે-લેમના રંધવડે જે આહાર કરવામાં આવે તેને માહાર કહીએ અને પ્રક્ષેપાહાર એટલે કાવલિકાહાર જે મુખમાં કવળના પ્રક્ષેપરૂપ છે તેને કહીએ. ૧૯૭
હવે કઈ અવસ્થામાં કયો આહાર હોય તે કહે છે –
ओयाहारा जीवा, सवे अपजत्तगा मुणेयव्वा । पज्जत्तगा य लोमे, पकेवे होति अइअव्वा ॥ १९८ ॥
ટીકાર્થ–ઉત્પત્તિદેશે આવીને સ્વશરીરોગ્ય પુગળસંઘાતને (ઓજને) આહારે–ગ્રહણ કરે તેને એજાહાર કહીએ. તે આહાર એકેંદ્રિયથી માંડીને પંચંદ્રિય સુધીના સર્વે જીવ અપર્યાપ્તાવસ્થામાં ગ્રહણ કરે. અહીં અપર્યાપ્યા તે શરીરપર્યાપ્તિએ અપર્યાપ્તા સમજવા આહારપર્યાપ્તિએ અપર્યાપ્ત ન સમજવા. આહારપર્યાપ્તિએ અપર્યાપ્તા તો અનાહારક હોય છે. કેટલાકના મતે સ્વયેગ્ય સર્વ પર્યાતિએ અપર્યાપ્ત હોય ત્યાં સુધી એજ આહારવાળા હોય છે. અને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી માહારી હોય છે. અને મતાંતરે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા સ્વગ્ય સર્વ પર્યાપ્તિએ અપર્યાપ્તા હોય છતાં સર્વે જીવ લેમ આહારવાળા નિશ્ચયે હોય છે. પ્રક્ષેપાહાર એટલે કવળાહાર કેટલાક જીવને હોય, કેટલાક જીવને ન હોય અર્થાત્ બેઇંદ્રિય, તેઇદ્રિય, ચરિંદ્રિય અને પંચેંદ્રિય તિર્યંચ મનુષ્યને હાય. બીજાને (એકેંદ્રિયાદિકને) ન હોય. બેઇદ્રિયાદિકને પણ કદાચિત્ હોય, કદાચિત્ ન હોય. સર્વદા હોય એમ નહીં. ૧૯૮
એ જ વાત કહે છે – एगिदिय देवाणं, नेरइयाणं च नत्थि पकेवो। सेसाणं जीवाणं, संसारत्थाण परकेवो ॥ १९९ ॥