________________
૧૫૬
શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. ૯૯૦૦૦ રહે તેને ત્રીજી પૃથ્વીના ૯ પ્રસ્તટમાંથી એક ઊણ કરી આઠવડે ભાગતાં ૧૨૩૭૫ પેજન આવે તેટલું ત્રીજી પૃથ્વીએ દરેક પ્રસ્તટનું આંતરૂં સમજવું.
ચોથી પંકપ્રભા પૃથ્વીનું બાહત્ય ૧૨૦૦૦૦ એજન છે, તેમાંથી ઉપર નીચેના મળી બે હજાર યોજન બાદ કરતાં ૧૧૮૦૦૦ રહે. તેમાંથી એ પૃથ્વીના ૭ પ્રતર છે તેને ત્રણ હજારવડે ગુણતાં ૨૧૦૦૦ આવે તેટલા બાદ કરતાં ૯૭૦૦૦
જન રહે, તેને એ પૃથ્વીના સાત પ્રસ્તટમાંથી એક ઊણ કરી છવડે ભાગતાં ૧૬૧૬૬ જન આવે તેટલું ચોથી પૃથ્વીમાં દરેક પ્રસ્તટનું અંતર જાણવું..
પાંચમી ધૂમપ્રભા પૃથ્વીનું બાહલ્ય ૧૧૮૦૦૦ યોજન છે. તેમાંથી ઉપર નીચેના મળી બે હજાર બાદ કરતાં ૧૧૬૦૦૦ રહે તેમાંથી એ પૃથ્વીના પાંચ પ્રસ્તટ હોવાથી તેને ત્રણ હજારવડે ગુણતાં ૧૫૦૦૦ આવે, તે બાદ કરતાં ૧૦૧૦૦૦ રહે તેને એ પૃથ્વીના પાંચ પ્રસ્તટમાંથી એક ઊણ કરી ચારવડે ભાંગતા ૨૫૫૦ એજન આવે. એટલું ધમપ્રભામાં પ્રત્યેક પ્રસ્તટનું અંતર સમજવું.
છઠ્ઠી તમપ્રભા પૃથ્વીનું બાહલ્ય ૧૧૬૦૦૦ જનનું છે. તેમાંથી ઉપર નીચેના મળી બે હજાર યોજન બાદ કરતાં ૧૧૪૦૦૦ યેજન રહે. તેમાંથી એ પૃથ્વીના ત્રણ પ્રસ્તટને ત્રણ હજારવડે ગુણતાં નવ હજાર આવે તેટલા બાદ કરતાં ૧૦૫૦૦૦ રહે. તેને એ પૃથ્વીમાં ત્રણ પ્રસ્તટમાંથી એક ઊણુ કરતાં બે રહે તે વડે ભાગતાં પર૫૦૦ જન આવે એટલું એ પૃથ્વીના પ્રત્યેક પ્રસ્તટનું આંતરૂં સમજવું.
સાતમી પૃથ્વીમાં એક જ પ્રસ્ત હોવાથી ત્યાં પ્રસ્તટનું અંતર સંભવતું નથી. હવે દરેક પૃથ્વીમાં કેટલા નરકાવાસા છે તેની સંખ્યા કહે છે– तीसा य पन्नवीसा, पनरस दस चेव तिन्नि य हवंति । पंचूणसयसहस्सं, पंचेव अणुत्तरा निरया ॥ २५५ ॥
શબ્દાર્થ–ત્રીશ, પચવીશ, પંદર, દશ, ત્રણ અને પાંચે ઊણ એક લાખ એટલા પહેલીથી છઠ્ઠી પૃથિવી સુધીમાં નરકાવાસા સમજવા અને સાતમી પૃથ્વીમાં પાંચ નરકાવાસા સમજવા. (કુલ ૮૪ લાખ નરકાવાસા જાણવા.)
ટીકાથઃ–પહેલી રત્નપ્રભા પૃથિવીમાં ત્રીસ લાખ, બીજીમાં પચવીશ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચેથીમાં દશ લાખ, પાંચમીમાં ત્રણ લાખ અને