________________
૨૧૨ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર
(
[ સામાન્યાધિકાર. તે કરતા હજારગણુ એક પ્રમાણુગુળ થાય છે. તથા તે જ ઉન્મેધાંગુળથી બમણું એક વીર પરમાત્મા અપશ્ચિમ (છેલા) તીર્થકરનું આત્માંગુળ ગણધર વિગેરે પૂર્વાચાર્યોએ કહ્યું છે. અહિં કોઈ શંકા કરે છે કે-જે ઉત્સધાંગુળથી હજારગણું પ્રમાણુગળ કહે છે અને પ્રમાણુગુળ તે ભરત ચક્રીનું આત્માંગુળ છે તો ભરત ચક્રવતી ભગવંત શ્રીવર્ધમાનસ્વામીથી પાંચશે ગુણા શરીરવાળા થશે. “આમ કેમ કહો છે ?’ એમ પૂછશે તે કહું છું કે–ભરત ચકી પિતાની આત્માંગુળવડે ૧૦૮ અંગુળના હતા. કહ્યું છે કેશ્રેષ્ઠ પુરૂષ પોતાની અંગુળ ૧૦૮ અંગુળ ઉંચા હોય છે. ભારતનું આત્માંગુળ ઉત્સાંગુળની અપેક્ષાએ હજારગુણ હોવાથી તેને ૧૦૮ વડે ગુણીએ એટલે એક લાખને આઠ હજાર (૧૦૮૦૦૦) થાય. ભગવાન વર્ધમાનસ્વામી ઉત્સધાંગુળની અપેક્ષાએ ૨૧૬ અંગુળ હતા, એમ કહેલું પણ છે. એટલે એક લાખ આઠ હજાર ને ૨૧૬ વડે ભાગતાં ૫૦૦ લભ્ય થશે. એટલે ભરતચક્રીથી વર્ધમાનસ્વામી પાંચૉમે ભાગે થયા. કહ્યું છે કે-ભરતનું એક અંગુળ જે. પ્રમાણાંગુળ પ્રમાણુ કહ્યું છે તે ભરતચક્રી વધ માનસ્વામીથી ૫૦૦ ગુણ શરીરવાળા ઠરશે એમાં સંદેહ નથી. તથા જે ઉત્સધાંગુળથી બમણું વીરપરમાત્માનું આત્માંગુળ છે તે ભગવાન વીરપ્રભુ આત્માંગુળે ૧૦૮ અંગુળપ્રમાણ કેમ થશે ? એમ થવાથી તો ૮૪ અંગુળપ્રમાણ ઠરશે. તે વાત જ સમજાવે છે. વીરપ્રભુ ઉસેધાંગુળે સાત હાથપ્રમાણુ હતા. એક હાથમાં અંગુળ ૨૪ હોય છે, તેથી સાતવડે ચોવીશને ગુણતાં ૧૬૮ અંગુળ આવે. બે ઉત્સધાંગુળે એક વીરપ્રભુનું આત્માંગુળ છે તેથી ૧૬૮ને અર્ધ કરવા ( બેવડે ભાંગવા ) એટલે ૮૪ આવે. એ રીતે વીરપ્રભુનું શરીર ૮૪ અંગુળપ્રમાણ થાય છે તો ૧૦૮ અંગુળપ્રમાણ કેમ કહેવાય છે? વળી જે ૧૦૮ અંગુળપ્રમાણ જ આત્માંગુળથી હેય તે “ દ્વિગુણ ઉત્સધાંગુળે વિરપ્રભુનું એક આત્માંગુળ જાણવું” એમ કહેલ હોવાથી ઉત્સધાંગુળવડે ૨૧૬ અંગુળપ્રમાણુ થશે. અને જે એમ થાય તે ૨૧૬ ને ચોવીશ વડે ભાંગવાથી નવ આવશે એટલે ઉત્સધાંગુળે નવ હસ્તપ્રમાણે તેમનું શરીર થશે અને તે વાત તો સમ્મત નથી, કેમકે તે યક્ત અંગુળથી વિસંવાદી થાય છે. વળી એ જ વાત અન્યત્ર પણ કહેલ છે કે- “એ પ્રમાણે ગુણતાં આત્માંગુળથી ૧૦૮ અંગુળપ્રમાણ વીરપ્રભુનું શરીર કેમ થશે? કેમકે ઉત્સધાંગુ તેમનું શરીર તે ૧૬૮ અંગુળનું છે. ૧૦૮ આત્માંગુળથી બમણુ ઉત્સધાંગુળ પ્રમાણે ગુણતાં તે ૨૧૬ ઉલ્લેધાંગુળ આવશે અને બીજી રીતે ૧૬૮ ઉત્સધાંગુળપ્રમાણ ગણતાં ૮૪ આત્માંગુળની ઉંચાઈ આવશે.”