________________
શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. કહીએ. પ્રારંભમાં આયુ, ભવન ને અવગાહના એ ત્રણે વાના કહેશું. ચ શબ્દથી બીજાં વર્ણ, ચિહ્નાદિ પણ કહેશું.
નર શબ્દની વ્યાખ્યા-વ્યુત્પત્તિ કહે છે. તથાવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ સંબંધી સામગ્રીને પામીને જે સ્વર્ગ અને અપવર્ગ (મેક્ષ) ના હેતુભૂત સમ્યમ્ નય (ન્યાય) ને વિનય સહિત જે થાય તેને નર-મનુષ્ય કહીએ. સર્વ દિશાઓમાં ને વિદિશાઓમાં કર્મોદય અનુસાર જે ઉત્પન્ન થાય તેને તિર્યંચ કહીએ. તે નર ને તિર્યંચના દેહમાન અને આયુપ્રમાણ કહેશું.
અહીં કઈ પ્રશ્ન કરે છે કે-આ ગાથાના અંતમાં પુછામિ શબ્દ કહ્યો છે તેની જરૂર નથી, કારણ કે આ બીજી ગાથાના પ્રારંભમાં પુરું શબ્દ છે તેથી કહેવારૂપ કાર્યસિદ્ધિ થઈ શકત.” આમ કહેનારનું કહેવું અયુક્ત છે. તે વસ્તુ તત્ત્વને સમજેલ નથી. કારણ કે પ્રથમ કહેલ ક્રિયાપદ પ્રકરણને અપેક્ષીને છે એટલે કે સંગ્રહણિ નામનું પ્રકરણ કહેશું. અહીં ગુચ્છામિ (વક્ષ્યામિ) એવું ક્રિયાપદ છે તે આ પ્રકરણમાં જે અભિધેય છે તેને અપેક્ષીને છે. એટલે બંને ભિન્ન ભિન્ન વિષયવાળા હેવાથી સદેષ નથી અથવા વારંવાર ક્રિયાપદને કહેતા સતા આચાર્ય પ્રકરણનું પાતંત્ર્ય નિવેદન કરે છે. તે આ પ્રમાણે–આ પ્રકરણમાં કાંઈ પણ હું મારી બુદ્ધિથી કહેતા નથી પરંતુ જે કાંઈ જિનપ્રવચન નને અનુસરતું કોઈ પણ શાસ્ત્રમાં સુર ને નારકનું સ્થિત્યાદિ પ્રતિપાદન કરેલું મને ઉપલબ્ધ થયું છે તે કહું છું. અને જે શાસ્ત્રાંતમાં નર ને તિર્યંચોનું દેહમાનાદિ લબ્ધ થયું છે તે પણ કહું છું અથવા કહીશ.
તથા વિરહ એટલે અપાંતર કાળ-ઉપપાત એટલે જન્મ સંબંધી અને ઉદ્ધર્તન-શ્રુતિ અથવા મરણ એ શબ્દો એકાWવાચક છે તે સંબંધી કહીશ. એટલે કે ઉપપાત ને ઉદ્વર્તનમાં (જન્મ ને મરણમાં) વિરહ કેટલો પડે તે કહીશ. જેમકે સિધર્માદિ દેવલોકમાં એક દેવ અને રત્નપ્રભાદિ નારકીમાં એક નારક ઉત્પન્ન થયા પછી ફરીને કેટલે કાળે અન્ય દેવ કે નારક ઉત્પન્ન થાય ? અથવા એક દેવ કે નારક ચવ્યા પછી ફરીને કેટલે કાળે બીજે દેવ કે નારક એવે ? તથા સંખ્યા, ગણિત, ઈયત્તા (આટલાપણું) એ શબ્દો એક અર્થવાળા છે. એક સમયે (બે-ત્રણ વિગેરે સમયે નહીં) ઉ૫પાત ને ઉદ્વર્તન કેટલાનું થાય? અર્થાત્ એક સમયે સૌધર્માદિ દેવલોકમાં દેવ અને રત્નપ્રભા વિગેરેમાં નારકી જ કેટલા ઉપજે અને તેમાંથી કેટલા એવે? તે કહેશું. - તથા ગતિ એટલે ગમન અને આગતિ એટલે આગમન. સુર, નારક,