________________
૨૧
વૈમાનિક દેવની સ્થિતિ (આયુ). પહેલા અધતન અધસ્તન રૈવેયકે ૨૩ સાગરોપમની, બીજા અધસ્તન મધ્યમ ગ્રેવેયકે ૨૪ સાગરોપમની, ત્રીજા અધસ્તન ઉપરિતન શૈવેયકે ૨૫ સાગરોપમની, ચોથા મધ્યમ અધસ્તન રૈવેયકે ૨૬ સાગરોપમની, પાંચમાં મધ્યમ મધ્યમ ગ્રેવેયકે ૨૭ સાગરોપમની, છઠ્ઠા મધ્યમ ઉપરિતન રૈવેયકે ૨૮ સાગરોપમની, સાતમા ઉપરિતન અધસ્તન શૈવેયકે ૨૯ સાગરોપમની, આઠમા ઉપરિતન મધ્યમ ગ્રેવેયકે ૩૦ સાગરોપમની અને નવમાં ઉપરિતન ઉપરિતન રૈવેયકે ૩૧ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી.
વિજય, વૈજયંત, જયંત ને અપરાજિત એ ચાર અનુત્તર વિમાને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની અને સર્વાર્થસિદ્ધ નામના પાંચમા મહાવિમાને અજઘન્યત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ જાણવી. ૧૨.
આ બાબત કહ્યું છે કે – एस ठिई उक्कोसा, तित्तीसं जाव हुंति सव्वढे।
આ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ યથાવત્ સર્જાથે ૩૩ સાગરોપમની જાણવી. ” ટીકાર્ચ–એ અનંતરોક્ત બે સાગરોપમ વિગેરે સ્થિતિ ઉત્કૃષ્ટી જાણવી. તેમાં કહેલ ત્યારપછી એકેક સાગરોપમ વધારવું, એ વચનનો સવાર્થસિદ્ધ સુધી ઉપયોગ કર; કારણ કે ચ શબ્દ અનુક્ત સમુચ્ચયાર્થે વાપરેલ હોવાથી વિજયાદિક વિમાનમાં ૩૩ સાગરેપમની સ્થિતિ થાય છે. અહીં કેઈ પ્રશ્ન કરે છે કે-“ઉપર કહ્યા પ્રમાણે એકેક સાગરોપમની વૃદ્ધિ કરતાં તો વિજયાદિ વિમાનમાં ૩૨ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે, ૩૩ ની થતી નથી.” તેને ઉત્તર આપે છે કે–અહીં એ પ્રમાણે સમજવાનું નથી, કારણ કે શ્રી પ્રજ્ઞાપના વિગેરેમાં વિજયાદિ વિમાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની કહી છે. તે આ પ્રમાણે-વિજય, વૈજયંત, યંત ને અપરાજિત વિમાનના દેવોની સ્થિતિ કેટલી કહી છે? હે ગૌતમ ! જઘન્ય ૩૧ સાગરોપમની ને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની કહી છે.” આ જ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના પ્રામાણ્યના બળથી જ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં અજઘન્યત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ આ ગાથાના પૂર્વાર્ધમાં કહી છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે કે–સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવેની કેટલી સ્થિતિ કહી છે ? હે ગતમ! અજઘન્ય ૩૩ સાગરોપમની સ્થિતિ કહી છે.” આ પ્રમાણે વૈમાનિક દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી, હવે જઘન્ય કહે છે –