________________
૧૧૬
શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર.
આ પ્રમાણે વિસ્તારથી દેવાનું ગતિદ્વાર એટલે દેવામાં કથા જીવને કયાં ઉપજે તે કહ્યું, હવે દેવા સ્વસ્થાનથી ચ્યવીને કયાં ઉત્પન્ન થાય તે કહે છે:
पुढवी आउवणस्सइ, गब्भे पज्जत्त संखजीवीसु । સજુબાનું વાસો, તેત્તા પરિત્તેઢિયા ટાળા ૫ ૧૮૦ ॥
ટીકા :—સ્વર્ગ થકી એટલે ભવનપત્યાદિક ચારે પ્રકારની દેવનિકાયમાંથી ચવેલા દેવાની ઉત્પત્તિ બાદર પર્યાપ્ત પૃથિવીકાય, અપ્કાય ને વનસ્પતિકાયમાં તથા ગર્ભજ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ ને મનુષ્યમાં થાય છે. તે શિવાયના સ્થાન—તેઉકાય ને વાયુકાય, દ્વિત્રિચતુરિંદ્રિય ને સમૂચ્છિમ પંચેક્રિય તથા દેવનારકરૂપ સ્થાનના તીર્થંકર ગણુધરાએ પ્રતિષેધ કરેલા છે. આમાં વિશેષ એ જાણવાનું છે કે ખાદર પર્યાપ્ત પૃથિવી, પ્ ને વનસ્પતિમાં ઈશાનદેવલાક સુધીના દેવાની જ ઉત્પત્તિ હાય છે. તેનાથી ઉપરનાની હાતી નથી. તથા નવમા દેવલેાકથી અનુત્તર વિમાન સુધીના દેવેશ સંખ્યાત આયુવાળા મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે. ઉપલક્ષણુથી ગર્ભજ પર્યાપ્ત સંખ્યાત આયુવાળા તિય ચામાં આઠમા દેવલાક સુધીના દેવા જ ઉત્પન્ન થાય છે એમ સમજવું. ૧૮૦
જ
હવે કાઇ પ્રશ્ન કરે છે કે-એ દેવા ને દેવીઓને ઉપભાગ હાય છે કે નહીં? તેને ઉત્તર આપે છે કે કેટલાકને હાય છે, કેટલાકને હાતા નથી. આ હકીકત સ્પષ્ટ કરવાને માટે જેને જે રીતે ભાગ છે તે અને જેને સર્વથા નથી તે કહે છે:—
दो कायप्पवियारा, कप्पा फरिसेण दोन्नि दो रूवे । સદ્દે તો અસર મળે, ૩ર વિચારના નસ્થિ ॥ ૨ ॥
: ટીકા :—એ દેવલાક એટલે એ દેવલાકમાં રહેનારા દેવા અર્થાત્ સાધર્મ ઇશાન દેવલેાક સુધીના દેવા શરીરવડે કરીને મનુષ્ય સ્રી-પુરૂષની જેમ મૈથુન સેવનારા છે. અહીં એ દેવલાક સુધીના દેવા એમ કહેવાથી ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને ઇશાન દેવલે!ક સુધીના દેવા સકલષ્ટ પિરણામવાળા પુરૂષવેદરૂપ કર્મ ના પ્રભાવથી મનુષ્યની જેમ મૈથુનસુખને અનુભવનારા એટલે સર્વાંગડે કાયક્લેશથી 'ઉત્પન્ન થતા સસ્પના સુખને પામીને તેમાં પ્રીતિવાળા થાય છે. તે શિવાય તેમને સંતેાષ ( તૃપ્તિ ) થતેા નથી.