________________
-
-
----
-
--
-
-
-
--
-
-
-
(૩૨
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર. જાણવી. એ પ્રમાણે દરેક પ્રસ્તાટે ત્રણ ત્રણ ભાગની બીજા પ્રસ્તટથી વૃદ્ધિ કરવાનો આરંભ કરવો. તે કરણ ત્યાં સુધી જાણવું કે યાવત્ ચેથા પ્રતરે ૧૭ સાગરેપમની સ્થિતિ થાય.
ટીકાથ-મહાશક દેવલોકમાં પ્રથમ પ્રસ્તટે જઘન્યસ્થિતિ ચોદ સાગરેપમની જાણવી. તેને માટે યુક્તિ પ્રથમ કહ્યા પ્રમાણે સમજવી. ઉત્કૃષ્ટસ્થિતિ ૧૪ સાગરેપમ ને ઉપર ત્રણ ચતુર્ભાગની સમજવી. તે આ પ્રમાણે –લાન્તકકપમાં ઉત્કૃષ્ટસ્થિતિ ૧૪ સાગરોપમની છે ને મહાશુકકલ્પમાં ૧૭ સાગરેપમની છે. તેથી ૧૭માંથી ૧૪ બાદ કરતાં ત્રણ રહે, તેને મહાશુક્ર દેવલોકમાં ૪ પ્રસ્તટ હોવાથી ૪ વડે ભાંગીએ. ભાગહાર્યરાશિ નાની હોવાથી ભાગ ન ચાલે, તેથી ત્રણ ચતુર્ભાગ આવે. તેને એકવડે ગુણતાં ત્રણ જ આવે તેને પાછલા ૧૪ સાગરોપમમાં ઉમેરતાં પહેલે પ્રસ્તટે ૧૪રૂ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. બીજા પ્રસ્તટે ઉત્કૃષ્ટસ્થિતિ જાણવા માટે ત્રણને બેવડે ગુણીએ. એટલે છ આવે તેને ચારવડે ભાંગતા એક સાગરોપમ આવે ને બાકી બે ભાગ વધે. તેને પ્રથમના ૧૪ સાગરેપમમાં ઉમેરતાં બીજે પ્રસ્તટે ૧૫ ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. ત્રીજા ચેથા પ્રસ્તટ માટે પણ એ જ રીતિને અનુસરવું. એટલે ત્રીજા પ્રસ્તટે ૧૬૩ સાગરોપમની ને ચોથે પ્રસ્તટે પરિપૂર્ણ ૧૭ સાગરોપમની સ્થિતિ જાણવી. ગાથામાં કહ્યું છે કે–એ પ્રમાણે દરેક પ્રસ્તટે સાગરેપમ સંબંધી ત્રણ ચતુર્ભાગની વૃદ્ધિ કરતાં એટલે બીજા પ્રસ્તટથી આરંભીને ત્રણ ત્રણ ભાગ વધારતાં ને આવેલા ભાગને ચારવડે ભાંગતા ત્યાં સુધી જવું કે યાવત્ ચોથા પ્રસ્તટે પરિપૂર્ણ ૧૭ સાગરોપમની સ્થિતિ આવે. જઘન્યસ્થિતિ પ્રત્યેક પ્રસ્તટે ૧૪ સાગરોપમની જ જાણવી. ૨૯-૩૦.
હવે કરણવશલબ્ધ એવી સહસ્ત્રારકલ્પમાં પ્રતિપ્રસ્તટ સ્થિતિ કહે છે – सतरस अयर जहन्ना, पढमे पयरम्मि ठिई सहस्सारे । ताई चिय उक्कोसा, चउत्थभागेण सहियाइं ॥३१॥ एगुत्तर वुड्डीए, नेयव्वं जाव चउत्थयं पयरं । अट्ठारस अयराइं, ठिई उक्कोसा चउत्थम्मि ॥ ३२ ॥
ટકાર્થ–સહસ્ત્રાર દેવલોકમાં પ્રથમ પ્રસ્તટે જઘન્યસ્થિતિ ૧૭ સાગરપમની જાણવી. તેને માટે યુકિત પૂર્વવત્ જાણવી. ઉત્કૃષ્ટસ્થિતિ ત્યાં ૧૭ સાગરે