________________
૨૧૪
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર. ઉલ્લેધાંગુળે પ્રભુ સાત હાથપ્રમાણ છે. તે સાત હાથને સમચતુરસ બહાપ્રતિબહારૂપ ગણિતવડે ગુણતાં અનુક્રમે ૪૯ થાય. એક હાથ પાની અને કેશાદિની અપેક્ષાએ વધારે પામીએ તે ઉમેરતાં પચાસ થાય, પચાસનું અર્ધ કરતાં પચીશ આવે એટલે એ રીતે ભગવંત વીરપ્રભુના એક આત્માંગુળથી બમણું ઉલ્લેધાંગુળ આવી. જે બાહાગણિતની અપેક્ષા ન કરીએ તો એક ઉત્સધાંગુળે એક ઉત્સધાંગુળ અને બીજા ઉત્સધાંગુળના રે આવે. તે આવી રીતે-જે ૧૨૦ આત્માંગુળ ૧૬૮ ઉત્સધાંગુળ પામીએ તો એક આત્માંગુળ શું પામીએ ? ત્રણ રાશિ આ પ્રમાણે સ્થાપવી. ૧૨૦-૧૬૮-૧ પછી અંત્યની એકડાની રાશિવડે મધ્યની ૧૬૮ રાશિને ગુણતાં તેટલા (૧૬૮) જ આવે. તેને પ્રથમની રાશિ ૧૨૦ વડે ભાંગતાં એક આત્માંગુળ આવ્યો ને ૪૮ વધ્યા. પછી ૧૨૦ ને ૪૮ બંને રાશિને ૨૪ વડે અપવર્તન કરવાથી રે આવ્યા.
જેમના મતે વરપ્રભુનું શરીર ૧૦૮ અંગુળપ્રમાણ છે તેમને મતે લગવંતના એક આત્માંગુળમાં એક ઉત્સધાંગુળને બીજા અંગુળના ૩ આવે. અહીં પણ વૈરાશિ ઉપર પ્રમાણે જ કરવી. ઇતિ. ૩૫૦
હવે સર્વે જીવોની નિસંખ્યા કહે છે–નિઓ એટલે ઉત્પત્તિ સ્થાને. તે પ્રત્યેક જીવરાશિમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભેદથી અનેક પ્રકારની હોય છે. તે પ્રમાણે વ્યક્તિરૂપ ગ્રહણ ન કરવી, કારણ કે વ્યક્તિના અનંતપણાથી તેની ગણના કરવી અશક્ય થાય તેથી જાતિરૂપ લેવી. તેમાં અનંત પણ એક સરખા (સમાન) વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળી તે એક નિજાતિ કહીએ. કહ્યું છે કે-“સમાન વર્ણાદિવાળી ઘણું પણ નિને એક નિપણે ગ્રહણ કરવાથી યોનિના ભેદ લાખની સંખ્યામાં આવી શકે છે. એ પ્રમાણે જાતિભેદવાળી યોનિઓની સંખ્યા પ્રતિજીવરાશિએ જે પ્રમાણમાં છે તે બતાવવામાં આવે છે:
पुढविदगअगणिमारुय, इकिके सत्त जोणिलकाओ। वणपत्तेयअणंते, दसचउदसजोणिलकाओ ॥३५१॥ विगलिंदिएसु दो दो, चउरो चउरो य नारयसुरेसु । तिरिएसु हुंति चउरो, चउदसलका उ मणुएसु ॥३५२॥
ટીકાર્થ –પૃથિવી, ઉદક, અગ્નિ અને મરૂત (વાયુ) એના એકેક સમૂહમાં સાત સાત લાખ યુનિઓ છે. તે આ પ્રમાણે–સાત પૃથિવી નિકાયમાં