________________
દેવાધિકાર.]
છ સંધયણનું સ્વરૂપ. ટીકાર્થ-પંચેંદ્રિય તિર્યંચ અને મનુષ્યો યથાયોગ્ય છએ સંસ્થાનવાળા &ાય છે. કેટલાક સમચરિંસ સંસ્થાનવાળા, કેટલાક ન્યોધપરિમંડળ, કેટલાક સાદિ સંસ્થાનવાળા, કોઈ વામન, કઈ કુજ અને કોઈ ફંડ સંસ્થાનવાળા હોય છે. દેવ સર્વે સમચરિંસ સંસ્થાનવાળા હોય છે અને શેષ એક્રિયાદિ ચરિંદ્રિય સુધીના છે અને નારીએ હુંડ સંસ્થાનવાળા હોય છે. ૧૭૭
હવે કેટલા સંહનન કયા જીવમાં હોય છે તે કહે છે – नरतिरियाणं छप्षिय, हवंति विगलेंदियाण छेवटुं । सुरनेरइया एगिदिया य सत्वे असंघयणी ॥ १७८ ॥
ટીકા-મનુષ્ય ને તિર્યંચ પંચેંદ્રિયોને વારાષભનારાચ વિગેરે એ સંહનો હોય છે. વિકલૈંદ્રિબેઇંદ્રિય, તેઈદ્રિય ને ચરિંદ્રિયને સેવાર્તા સંહના હોય છે. દે, નાર અને એકેંદ્રિય જી સર્વે અસંઘયણ–સંહનન રહિત હોય છે, કારણ કે સંહનનમાં અસ્થિરચનાવિશેષ હોય છે અને દેવાદિકને અસ્થિ હોતા નથી. ૧૭૮.
હવે ક્યાં સંહનનના પ્રભાવથી કઈ જાતિના દેવમાં ઉત્પન્ન થાય તે કહે છે – छेव?ण उ गम्मइ, चत्तारि य जाव आइमा कप्पा । वद्विज कप्पजुअलं, संघयणे कीलियाईए ॥ १७९ ॥
ટીકાર્થ –“ વસુદ્રી વાલમઘંધો એટલે દેવાયુષ્ય કર્મ બાંધવા યોગ્ય પરિણામની વિશુદ્ધિવડે કરીને સેવા સંહાયણવાળા જીવ પ્રથમના ચાર દેવલેક સુધી ઉત્પન્ન થાય છે. એટલે ભવનપતિ, વ્યંતર,
તિષી અને સિધર્મ, ઈશાન, સનકુમાર ને માહેંદ્ર દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યારપછી કીલિકાદિક સંવનનમાં બે બે દેવકની વૃદ્ધિ ષણનારા સુધી કરવી. તે આ પ્રમાણે-કાલિકા સંઘયણવડે બ્રહ્મ ને લાતક સુધી ઉત્પન્ન થાય, અર્ધનારાગ્ર સંહનનવડે મહાશુક ને સહસ્ત્રાર સુધી ઉત્પન્ન થાય, નારાચ સંહનનવડે આનત ને પ્રાણુત દેવલોક સુધી ઉત્પન્ન થાય અને કષલનારાચ સંહનનવડે આરણ ને અચુત દેવલેક સુધી ઉત્પન્ન થાય. કપિની ઉપરના નવ રૈવેયકમાં ને યોગ્ય અનુત્તર વિમાનમાં અવશિષ્ટ રહેલા વાષભનારા સંહનનવડે મનુષ્ય જ ઉત્પન્ન થાય. આટલું ઉપલક્ષણથી સમજી લેવું. ૧૭૯