________________
૧૨ .
દેવાધિકાર.]
શ્વાસોશ્વાસનું પ્રમાણ. હવે એક મુહૂર્તમાં કેટલા પ્રાણ હોય તે કહે છે – तिन्नि सहस्सा सत्त य, सयाइं तेवत्तरि च ऊसासा। एस मुद्दत्तो भणिओ, सव्वेहि अणंतनाणीहिं ॥२०९॥
ટીકાથ–સર્વ અનંત જ્ઞાનીઓએ–સર્વાએ ત્રણ હજાર સાત સો ને તોંતેર ઉશ્વાસને એક મુહૂર્ત કહેલ છે. તે આ પ્રમાણે-સાત પ્રાણુને એક સ્તક અને સાત સ્તકને એક લવ હોવાથી સાતને સાતે ગુણતાં ૪૯ થાય. તેવા સત્તોતેર લવે એક મુહૂર્ત હોવાથી ૪૯ ૭૭ વડે ગુણતાં ૩૭૭૩ આવે. ૨૦૯
હવે એક અહોરાત્રમાં, એક માસમાં, એક વર્ષમાં, સો વર્ષમાં જેટલા પ્રાણ એટલે શ્વાસોચ્છવાસ લેવાયથાય તેની સંખ્યા કહે છે –
एगं च सयसहस्सं, ऊसासाणं तु तेरससहस्सा । नउअसएणं अहिआ, दिवसनिसिं हुंति विन्नेया ॥२१०॥ मासे वि य ऊसासा, लरका तेत्तीससहस पणनउई। सत्त य सयाइं जाणसु, कहिआई पुवसूरीहिं ॥ २११ ॥ चत्तारि य कोडीओ, लरका सत्तेव हुँति नायव्वा । अडयालीससहस्सा, चारिसया होंत वरिसाणं ॥२१२॥ चत्तारि उ कोडिसया, कोडीओ सत्त लक अडयाला । चत्तालीससहस्सा, वाससए होति उसासा ॥ २१३ ॥
આ ગાથાઓને અર્થ સહજ સમજાઈ શકે તે હોવાથી ટીકાકારે લખે નથી, કારણ કે એક મુહૂર્તના ૩૭૭૩ શ્વાસે શ્વાસને એક અહેરાત્રના ૩૦ મુહૂતો હોવાથી ત્રીશ વડે ગુણીએ એટલે એક અહોરાત્રના પ્રાણનું પરિમાણ આવે. એ પ્રમાણે માસાદિકની ભાવના પણ કરી તેવી. ૨૧૦-૨૧૩.
વાંચક બંધુઓની સરલતા માટે અમે તે સંખ્યા આપીએ છીએ. ૧ એક અહોરાત્રમાં ૧૧૩૧૯૦ શ્વાસે શ્વાસ થાય. તેને ૩૦ વડે ગુણતાં
૧૭*