________________
૧૭૩
નરકાધિકાર.]
નારકી છની લેયા. काऊ नीला किण्हा, लेसाओ तिन्नि हुंति नरयेसु । તથા વડ નીટા, વિઠ્ઠા નીઝા ચ ફ્રિાણ ૨૮૮ાા
ટીકાર્થ –કષ્ણલેશ્યા, નીલલેશ્યા ને કાપોતલેશ્યા-એ ત્રણ લેશ્યા નરકમાં હોય છે. તેમાં પ્રથમ ઘર્મા નરકમાં કાપતલેશ્યા, બીજીમાં પણ કાપતલેશ્યા, પરંતુ તે કિલwતર જાણવી. ત્રીજી પૃથ્વીમાં કાપતલેશ્યા ને નીલલેશ્યા હોય છે. કેટલાક ઉપરના પ્રરતમાં કાતિલેશ્યા હોય છે પણ તે બીજી નરકપૃથ્વી કરતાં અતિ સંકિલwતર જાણવી અને તેના નીચેના પ્રતોમાં નીલલેશ્યા જાણવી. ત્યારપછી ચોથી અંજના પૃથ્વીમાં કેવળ નીલલેશ્યા જાણવી, પરંતુ તે પૂર્વની નીલલેશ્યા કરતાં અવિશુદ્ધતર જાણવી. પાંચમી રિષ્ટાપૃથ્વીમાં નીલલેશ્યા ને કૃષ્ણલેશ્યા જાણવી. એટલે કેટલાક ઉપરના પ્રસ્તટમાં નીલેશ્યા જાણવી પણ તે અતિ સંકિલષ્ટતર જાણવી, અધસ્તન પ્રસ્તામાં કૃષ્ણ લેશ્યા જાણવી. છઠ્ઠી મઘાપૃથ્વીમાં કેવળ કૃષ્ણલેશ્યા જાણવી. પણ તે પાંચમી પૃથ્વીની કૃષ્ણલેશ્યા કરતાં અવિશુદ્ધતર સમજવી. સાતમી માઘવતી પૃથ્વીમાં અતિ સંકિલwતમ કૃષ્ણલેશ્યા જાણવી. શ્રી ભગવતીસૂત્રમાં આ પ્રમાણે જ કહેલ છે. (તેમાં કાંઈ વિશેષ ન હોવાથી તે ગાથા અમે અહીં લખી નથી ). ૨૮૮
આ જ હકીકતને સ્પષ્ટ કરતા સતા કહે છે – काऊ काऊ तह काऊ, नील नीला य नीलकिण्हा य । किण्हा किण्हा य तहा, सत्तसु पुढवीसु लेसाओ ॥२८९॥
ટીકાર્થ –આ ગાથાનું વ્યાખ્યાન ઉપર કરી ગયેલ હોવાથી અહીં ફરીને કરવામાં આવતું નથી.
અહીં કેટલાક કહે છે કે-“આ નારકીઓની અને પૂર્વે કહી ગયેલ દેવની બાહ્યવર્ણરૂપ જ દ્રવ્યલેશ્યા જાણવી, અન્યથા નીચે સાતમી નરકમૃથ્વી વાસી નારકી જીવોને સમ્યગદર્શનની અવાપ્તિ જે ગ્રંથાન્તરમાં કહેલી છે તે યુક્તિયુક્ત નહીં કહેવાય, કેમકે ઉપરની તેજલેશ્યા વિગેરે ત્રણ લેશ્યામાં જ સમકિતની પ્રાપ્તિ થાય છે, પ્રથમની ત્રણ લેસ્થામાં થતી નથી. શ્રી આવશ્યકસૂત્રમાં કહ્યું છે કે-“પ્રતિપદ્યમાન સમકિત ત્રણ ઉરિમલેશ્યામાં જ હોય, પૂર્વ પ્રતિપન્ન અન્ય લેશ્યામાં પણ હોય.” ઉપલી તેજલેશ્યા વિગેરે ત્રણ લેશ્યા સાતમી નરકપૃથ્વીના નારકીઓને હોતી નથી તેઓને તે કૃષ્ણલેશ્યા જ કહેલી છે. તેમ જ