________________
w
નરકાધિકાર.] સાતે નરકનું આગતિ દ્વાર.
૧૭. માત્ર આકારપણાદિક પ્રકારે કરીને ઘટે છે. બીજી રીતે ઘટી શકતી નથી, તેથી કાંઈ પણ દેષ નથી.
વળી શંકાકારે પ્રથમ જે કહ્યું કે– “કૃષ્ણ, નીલ અને કાપત એ ત્રણ લેશ્યાઓ નારકીઓમાં હોય છે, એ નિયમને વિરોધ આવશે.” આ શંકા પણ અસંગત (અઘટિત) છે, કેમકે આ જે નિયમ કહ્યો છે તે અવસ્થિત લેશ્યાની અપેક્ષાએ કર્યો છે, પરાવર્તિત ભાવેશ્યા માટે કહેલ નથી. વળી જે કદાચ આ દેવ અને નારકીની દ્રવ્યલેશ્યાઓ બાહ્ય વર્ણરૂપ હોય તે-“કૃષ્ણ નીલ, કાપત અને તેજલેશ્યા ભવનપતિ અને વ્યંતરોને હાય”ઈત્યાદિક શબ્દથી ભવનપતિને પહેલી ચાર લેશ્યાઓ કહીને પછી-“કુરકુમાર છા-અસુરકુમાર કૃષ્ણવર્ણવાળા હોય.” ઈત્યાદિક બાહ્ય વર્ણ સંબંધી જે કહેલું છે. તે નિરર્થક થઈ જાય. ઈતિ. વિશેષ પ્રસંગે કરીને સયું.
સાર:--દ્રવ્યલેશ્યા શરીરના વર્ણરૂપ નથી અને પરાવર્ત પામે છે તે ભાવલેશ્યા છે પણ તે અલ્પકાલીન હેય છે.
ઉપર પ્રમાણે પ્રાસંગિક હકીકત સાથે નરકને અંગે ગતિદ્વાર કહ્યું, હવે નરકમાંથી નીકળીને જ કયાં આવે છે ? તે રૂપ આગતિદ્વાર કહે છે –
नरयाओ उवट्टा, गप्भे पजत्त संखजीवीसु। नियमेण होइ वासो, लद्धीण उ संभवं वोच्छं ॥२९०॥
ટીકાથ-નરકમાંથી ઉદ્ધરેલા અર્થાત પ્રચુત થયેલાવેલા જીવન અનંતર ભવે નિશ્ચયે ગજપર્યાપ્તા સંખ્યાત આયુવાળા મનુષ્ય ને તિર્યંચમાં નિવાસ થાય, શેષમાં ન થાય. આમાં ગર્ભજ કહેવાથી સંમૂચ્છિમને તેમ જ દેવ અને નારકનો વ્યવછેદ કર્યો, પર્યાપ્તના ગ્રહણથી અપર્યાપ્તનો વ્યવછેદ કર્યો. સંખ્યાત શબ્દના ગ્રહણથી અસંખ્યાતાયુવાળા (યુગલિક) નો નિષેધ કર્યો. એટલે ગજપર્યાના સંખ્યાતાયુવાળા તિર્યંચ ને મનુષ્યમાં જ ઉપજે એમ સમજવું. હવે નરકમાંથી નીકળેલા જીને કઈ કઈ લબ્ધિઓની પ્રાપ્તિને સંભવ છે તે કહે છે. ૨૯૦
तिसु तित्थ चउत्थीए उ, केवलं पंचमीए सामन्नं । छट्ठीइ विरयाविरई, सत्तमपुढवीए सम्मत्तं ॥ २९१ ॥