________________
૧૨૨
શ્રી બૃહતસંગ્રહણિ ટીકનું ભાષાંતર. [ દેવાધિકાર દેને ઉપભોગ્ય જાણવી અને તેથી વધતી પંદર પોપમ સુધીની સ્થિતિ જે દેવીઓની હોય તે સર્વે મહેંદ્ર દેવને યેગ્ય સમજવી. મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિ પણ આ પ્રમાણે જ કહે છે. ૧૯૧
एएण कमेण भवे, समयाहियदसगपलियबुट्ठीए । लंतसहस्सारपाणयअच्चुअदेवाण पणपन्ना ॥ १९२ ॥
ટીકાર્ય–આ અનંતરક્ત કામે કરીને સમયાધિક, અસંખ્ય સમયાધિક થાવત દશ દશ પાપમની વૃદ્ધિવાળી સ્થિતિ જેની હોય તે દેવીઓ લાંતક, સહસાર, પ્રાણત ને અશ્રુત કલ્પના દેવોને ઉપભેગગ્ય જાણવી. યાવત્ ત્યાંની દેવીઓનું આયુષ્ય (૫૫) પલ્યોપમ સુધીનું જાણવું.
આ હકીક્તને સાર એ છે કે ઈશાન દેવકભાવી જે દેવીઓનું આયુષ્ય પંદર પલ્યોપમથી વધતું યાવત્ ૨૫ પલ્યોપમ સુધીનું હોય તેને લાંતક દેવને ઉપભેગગ્ય જાણવી. જેનું આયુષ્ય ૨૫ પલ્યોપમથી વધતું યાવત ૩૫ પષમ સુધીનું હોય તેને સહસાર દેવલોકના દેને ઉપભોગ્ય જાણવી. જે દેવીઓનું આયુષ્ય ૩૫ પલ્યોપમથી વધતું ૪૫ પલ્યોપમ સુધીનું હોય તેને પ્રાણુત કલ્પના દેવોને ઉપભેગોગ્ય ત્યાં રહી સતી જ પ્રવીચારપ્રવૃત્ત મનેવિષયવાળી જાણવી અને જે દેવીઓ ૪૫ પલ્યોપમથી વધતા ૫૫ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી હોય તેને ત્યાં રહી સતી જ અયુત દેવલોકના દેવને ચિત્તાલંબનભૂત જાણવી. ૧૯૨ ' હવે દેવને અધિકાર જ ચાલતું હોવાથી તેમને વેશ્યાઓ કઈ હોય તે કહે છે – किण्हा नीला काऊ, तेऊ लेसा य भवणवंतरिया । जोइससोहम्मीसाण, तेऊलेसा मुणेयव्वा ॥ १९३ ॥
ટીકાર્ય–જેના વડે જીવ કવડે લેપાય તેને વેશ્યા કહીએ, તેમ જ કૃષ્ણાદિ દ્રવ્યના સાહચર્યથી આત્માના શુભાશુભ પરિણામ થાય તેને પણ વેશ્યા કહીએ. કહ્યું છે કે-surrવિદાણાવિયા, frો જ ગમનઃ ટિવ તત્રા, સુચારાષ્ના પ્રવર્તે છે ? A અર્થ ઉપર આવેલ છે. ભવનપતિ ને વ્યંતરમાં યથાસંભવ કૃષ્ણ, નીલ, કાપત ને તેલેશ્યાવાળા દેવ હોય. તેમાં પરમાધામિકે તે કૃષ્ણલેશ્યાવાળા જ હોય.