________________
૮૪ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર. ૨૨૫ બાદ કરતાં બાકીના ૫૯૭૦૭૫ પુષ્પાવકીર્ણ જાણવા. સનકુમાર ને માહેંદ્રમાં મુખ ૧૯૭ને ભૂમિ ૧૫૩ કુલ ૩૫૦ તેનું અર્ધ ૧૭૫ તેને ૧૨ પ્રતરે ગુણતાં ૨૧૦૦ એટલા શ્રેણિગત વિમાનો જાણવા. બાકીના પુષ્પાવકીર્ણ જાણવા. તે કહે છે–ત્રીજા દેવલેકે ૧૨ લાખ ને ચેથા દેવલોકે ૮ લાખ કુલ ૨૦ લાખ તેમાંથી શ્રેણિગત ૨૧૦૦ બાદ કરતાં બાકી ૧૯૭૯૦૦ પુષ્પાવકીર્ણ જાણવા. બ્રહ્મ દેવલોકે મુખ ૧૪૯ને ભૂમિ ૧૨૯ કુલ ૨૭૮ તેનું અર્ધ કરતાં ૧૩૯ તેને છ પ્રતરવડે ગુણતાં ૮૩૪ શ્રેણિગત જાણવા. બાકીના પુષ્પાવકીર્ણ ૩૯૧૬૬ કુલ ચાર લાખ વિમાન જાણવા. લાંતકે મુખ ૧૨૫ ને ભૂમિ ૧૦૯ કુલ ૨૩૪ તેનું અર્ધ ૧૧૭ તેને પાંચ પ્રસ્તટે ગુણતાં ૫૮૫ શ્રેણિગત અને બાકીના ૪૯૪૧૫ પુષ્પાવકીર્ણ કુલ પચાસ હજાર વિમાને જાણવા. મહાશુકે મુખ ૧૦૫ને ભૂમિ ૯૩ કુલ ૧૯૮ તેનું અર્ધ ૯૯ તેને ચારવડે ગુણતાં ૩૯૬ એટલા શ્રેણિગત ને બાકીના ૩૯૬૦૪ પુષ્પાવકીર્ણ મળી કુલ ચાળીશ હજાર વિમાને જાણવા. સહસારે મુખ ૮૯ ભૂમિ ૭૭ કુલ ૧૬૬ તેનું અર્ધ ૮૩ તેને ચારવડે ગુણતાં ૩૩ર એટલા શ્રેણિત જાણવા, બાકીના પ૬૬૮ પુષ્પાવકીર્ણ મળી કુલ છ હજાર વિમાને જાણવા આનત-પ્રાકૃતવલયે મુખ ૭૩ ભૂમિ ૬૧ કુલ ૧૩૪ તેનું અર્ધ ૬૭ તેને ચાર ગુણ કરતાં ૨૬૮ શ્રેણિગત અને બાકીના ૧૩ર પુષ્પાવકીર્ણ મળી કુલ ૪૦૦ વિમાને જાણવા. આરણુયુત વલયે મુખ ૫૭ ભૂમિ ૪૫ કુલ ૧૦૨ તેનું અર્ધ ૫૧ તેને ચારે ગુણતાં ૨૦૪ શ્રેણિગત ને બાકીના ૯૬ પુષ્પાવકીર્ણ મળી કુલ ૩૦૦ વિમાન જાણવા. અધસ્તન દૈવેયકત્રિકે મુખ ૪૧ ભૂમિ ૩૩ કુલ ૭૪ તેનું અર્ધ ૩૭ તેને ત્રણગુણ કરતાં ૧૧૧ શ્રેણિગત વિમાનો જ જાણવા. એમાં પુષ્પાવકીર્ણ નથી. મધ્યમ શૈવેયકત્રિકે મુખ ૨૯ ભૂમિ ૨૧ કુલ ૫૦ તેનું અર્ધ ૨૫ તેને ત્રણગુણ કરતાં ૭૫ શ્રેણિત ને બાકીના ૩ર પુષ્પાવકીર્ણ મળી કુલ ૧૦૭ વિમાને જાણવા. ઉપરિતન રૈવેયકત્રિકે મુખ ૧૭ ભૂમિ ૯ કુલ ૨૬ તેનું અર્ધ ૧૩ તેને ત્રણગુણ કરતાં ૩૯ શ્રેણિગત ને બાકીના ૬૧ પુષ્પાવકીર્ણ કુલ ૧૦૦ વિમાને જાણવા. વિજ્ય, વૈજયંત, જયંત, અપરાજિત ને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તર વિમાને એક મધ્યમાં ને ચાર પૂર્વાદિ દિશામાં કુલ ૫ શ્રેણિગત જ છે. એ પ્રસ્તટે પુષ્પાવકીર્ણ નથી. છે. હવે બધા ઊર્ધ્વલોકમાં આવલિકા પ્રવિષ્ટ વિમાનોની સંખ્યા જાણવી હોય તો પહેલે પ્રસ્તટે ૨૪૯ આવલિકાગત છે તે મુખ ને છેલ્લે પ્રસ્તટે પાંચ આવલિકાગત છે તે ભૂમિ કુલ ૨૫૪, તેનું અર્ધ ૧૨૭ તેને સકળ ઊર્ધ્વગત ૬૨ પ્રતરે ગુણતાં આવ્યા ૭૮૭૪ એટલા આવલિકાગત વિમાને જાણવા.