________________
૧૩
ત્રણ પ્રકારના પાપમનું સ્વરૂપ (ચાલુ). ઉડે પત્ય મુંડિત મસ્તક ઉપર સંભાવ્યમાન એવા એક અહેરાત્ર, બે અહોરાત્ર યાવત્ સાત અહોરાત્રના ઉગેલા વાળા વડે પ્રથમની જેમ અત્યંત દાબીને ભરો. પછી સો સો વર્ષે એકેક વાળાગ્ર અપહર–કાઢવો. એ પ્રમાણે કાઢતાં જેટલા કાળે તે પલ્ય નિલેપ થાય તેટલે કાળવિશેષ–સંખ્યાત વર્ષ કેટપ્રમાણ બાદર અદ્ધાપલ્યોપમ જાણવો. તેવા બાદર અદ્ધાપલ્યોપમની દશ કેટકેટીવડે એક બાદર અદ્ધાસાગરોપમ જાણે. એ બાદર અદ્ધાપલ્યોપમ ને સાગરોપમવડે કાંઈ પ્રયોજન નથી, કેવળ સૂક્ષમ અદ્ધાપલ્યોપમ ને સાગરેપમ સુખે સમજી શકાય તેટલા માટે જ એની પ્રરૂપણ કરવામાં આવી છે.
હવે તે જ પત્ય તેટલા જ પ્રમાણવાળો પૂર્વની જેમ દરેક વાળાગ્રના અસંખ્યાતા ખંડ કરીને તેવા ખંડવડે કાંઠા સુધી ગાઢ ભરવો કે જેથી તેને અગ્નિ વિગેરે આક્રમણ કરી શકે નહીં. પછી સો સો વર્ષ અતિક્રાંત થયે સતે એકેક વાળા કાઢીએ. એ રીતે જેટલા કાળે તે પાલો સર્વથા નિલેપ થાય તેટલા કાળવિશેષને સૂક્ષમ અદ્ધાપલ્યોપમ કહીએ. તેવા દશ કટાકોટિ સૂક્ષમ અદ્ધાપલ્યોપમવડે એક સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ થાય. તે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ ને સાગરેપમવડે નારકી, તિચચ, મનુષ્ય અને દેના આયુષ્ય, કર્મોની સ્થિતિ અને ભવસ્થિતિનું માપ કરી શકાય છે. શ્રી અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે-“એ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ સાગરેપમવડે નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવોના આયુષ્ય માપી શકાય.” અહીં આયુ ગ્રહણ કરવાથી ઉપલક્ષણવડે કર્મસ્થિતિ ને ભવસ્થિતિ પણ સમજવી. આમ કહેલ હોવાથી આયુની પ્રમિતીમાં સર્વત્ર પાપમને સાગરેપમ કહા હોય તે સૂક્ષમ અદ્ધાપલ્યોપમ ને સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ સમજવા.
આ પ્રમાણે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ ને સાગરોપમની પ્રરૂપણ કરી. હવે બાદર ને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ ને સાગરોપમની પ્રરૂપણા કરવામાં આવે છે. - પૂર્વે કહ્યા પ્રમાણે ઉભેધાંગુળપ્રમિત એક યોજન પ્રમાણ લાંબે, પહોળો ને ઉડી પાલે પૂર્વની જેમ એક દિવસથી માંડીને સાત અહોરાત્ર સુધીના ઉગેલા વાળાગ્રવડે અત્યંત દાબીને ભરો. ત્યારપછી તે વાળાએ જે આકાશપ્રદેશે સ્પર્યા છે તે સમયે સમયે એકેક આકાશપ્રદેશ કાઢતાં જેટલા કાળે સ્પર્શેલા સર્વ આકાશપ્રદેશ નીકળી જાય તેટલા કાળને બાદર ક્ષેત્રપલ્યોપમ કહીએ. તેવા દશ કોટાકોટિ બાદર ક્ષેત્રપલ્યોપમવડે એક બાદર ક્ષેત્રસાગરોપમ થાય છે. એ બાદર ક્ષેત્રપલ્યોપમ ને સાગરોપમ વડે કાંઈ પ્રયજન નથી, માત્ર સૂમ ક્ષેત્રપલ્યોપમ ને સાગરેપમ સુખેથી સમજી શકાય તેટલા માટે એની પ્રરૂપણ કરવામાં આવી છે.