________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષાધિકાર હવે થાકવિરાછા રોકું ઈત્યાદિ શબ્દથી અતિ પ્રસંગ પ્રાપ્ત થયે સતે અપવાદ કહે છે – : મહિને ફાતેકવા મળતા
नवि पावे माणुस्सं, तहा असंखाउआ सवे ॥ ३४३ ॥
ટીકાથ–સાતમી પૃથ્વીના નારકી, તેઉકાય ને વાઉકાય છે તથા અસંખ્યાત વર્ષના આયુવાળા મનુષ્ય ને તિર્યંચે અનન્તર તેમાંથી નીકળ્યા સતા મનુષ્યપણાને પામતા નથી. ૩૪૩
હવે મનુષ્યનું આગતિકાર કહે છે–: मुत्तूण मणुयदेहं, पंचसु वि गईसु जंति अविरुद्धा । परिणामविसेसेणं, संखाउय पढमसंघयणा ॥ ३४४ ॥
શબ્દાર્થ –મનુષ્યદેહને છોડીને સંખ્યાના આયુવાળાને પ્રથમ સંઘયણવાળા મનુષ્યો પરિણામવિશેષ કરીને પાંચે ગતિમાં અવિરૂદ્ધપણે જાય છે –
ટીકાથ–સંખ્યાતા વર્ષના આયુવાળા આમ કહેવાથી અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિકોનો નિષેધ કર્યો, વળી પ્રથમ સંહનનવાળા એમ કહેવાથી શેષ સંહનનવાળાને નિષેધ કર્યો, એવા મનુષ્યો પાંચે ગતિમાં નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને મોક્ષ લક્ષણમાં અવિરૂદ્ધપણે જાય છે. અવિરૂદ્ધ કેમ? તે કહે છે. મને વ્યાપાર રૂપ પરિણામ વિશેષના અવિરેાધે કરીને જાય. તે સ્પષ્ટ કરે છે – જ્યારે હિંસા પરિણામવાળે જીવ સંકિલષ્ટ હોય ત્યારે તે પરિણામવિશે કરીને નારકભવયોગ્ય કર્મ ઉપાર્જન કરીને તેવા પરિમાણથી અવિરૂદ્ધ એવી નરકગતિને પામે છે. જ્યારે માયાદિ પરિણામમાં તત્પર, વ્યસનેમાં એક નિષ્ઠાવાળો જીવ હોય ત્યારે તેના પરિણામ વિશેષે કરીને તિર્યંચ ભવને યેગ્ય કર્મ ગ્રહણ કરીને તિર્યંચમાં જાય છે. જ્યારે માર્દવ, આર્જવાદિ શુભ પરિણામ વર્તે છે ત્યારે તે પરિણામ વિશેષ કરીને મનુષ્યભવયેગ્ય કર્મ ઉપાર્જન કરી મનુષ્યપણામાં આવે છે. જ્યારે હિંસાદિની વિરતિના પરિણામ વર્તતા હોય છે ત્યારે તેના પરિણામ વિશેષે કરીને દેવભવ યોગ્ય કર્મ ઉપાર્જન કરી દેવગતિમાં જાય છે. જ્યારે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યની અભિવ્યક્તિ રૂપ સમ્યકત્વ પરિણામ તથા સભ્યજ્ઞાન પરિણામ તથા પ્રાણાતિ