________________
muun
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર. દરરોજ એકેક કળા ખુલ્લી કરે છે, તેથી જગતમાં ચંદ્રમંડળની હાનિવૃદ્ધિ દેખાય છે, પરંતુ સ્વરૂપે તે ચંદ્રમંડળ અવસ્થિત જ છે. ૧૧૬
તિના વિમાનની વક્તવ્યતા કહી, હવે વૈમાનિક દેવોના વિમાન સંબંધી વક્તવ્યતા કહે છે –
बत्तीसट्ठावीसा, बारस अट्ठ य चउरो सयसहस्सा। आरेण बंभलोगा, विमाणसंखा भवे एसा ॥ ११७ ॥
ટીકાર્થ–બ્રહ્મલોકના ચરમભાગ પર્વતથી અર્વાક એટલે સિધર્મ દેવલેથી બ્રહ્મ દેવલોક પર્યત આ પ્રમાણે વિમાનોની સંખ્યા છે-સંધર્મ દેવલોકમાં ૩ર લાખ વિમાન છે, ઈશાન દેવેલેકમાં ૨૮ લાખ વિમાન છે, સનતકુમાર દેવલોકમાં ૧૨ લાખ વિમાન છે, માહેંદ્ર દેવલોકમાં ૮ લાખ વિમાન છે અને બ્રહ્મ દેવલોકમાં ચાર લાખ વિમાન છે. ૧૧૭ તથા–
पन्नास चत्त छच्चेव, सहस्सा लंतसुक्कसहस्सारे । सयचउरो आणयपा-णएसु तिन्नारणञ्चुयए ॥ ११८ ॥
ટીકાર્થ –આ ગાથાના અર્થમાં પૂર્વાર્ધમાં દેવલોકના ક્રમે કરીને સંખ્યાના પદની યેજના કરવી. તે આ પ્રમાણે-લાંતક કક્ષમાં ૫૦૦૦૦, મહાશુક કલ્પમાં ૪૦૦૦૦ અને સહસ્ત્રાર કલ્પમાં છ હજાર વિમાને જાણવા. આનતપ્રાણત બેમાં ભેળા ૪૦૦ વિમાને જાણવા અને આરણ—અમૃત બે દેવલોકમાં ભેળા ત્રણ સો વિમાને જાણવા. ૧૧૮ તથા–
इक्कारसुत्तरं हिटिमेसु, सत्तुत्तरं च मज्झिमए । सयमेगं उवरिमए, पंचेव अणुत्तरविमाणा ॥ ११९ ॥ .
ટીકાથ:–અધસ્તન ત્રણ ગ્રેવેયકમાં ભેળા મળીને ૧૧૧, મધ્ય ગ્રેવેયકત્રિકમાં ભેળા મળીને ૧૦૭ અને ઉપરિમ રૈવેયકત્રિકમાં ૧૦૦ અને સર્વપર્યતવતી છેલા પ્રસ્તટમાં પાંચ અનુત્તર વિમાને જાણવા. જેની ઉત્તરે એટલે પછી અથવા જેનાથી શ્રેષ્ઠ વિમાન બીજું કઈ નથી તેને અનુત્તર કહીએ એવા અનુત્તર વિમાને પાંચ છે. ૧૧૯
હવે સર્વ વિમાનની એકંદર સંખ્યા કહે છે –