________________
૧૪૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[નરકાધિકાર. અને અસાધારણ દુઃખ અનુભવતા સતા ઈચ્છતાં પણ તેમને મરણ અકાળે એટલે આયુષ્ય પૂર્ણ થયા સિવાય પ્રાપ્ત થતું નથી; કેમકે તેમને તથારૂપ આયુકમ વિપાકેદયે વર્તે છે.
ત્રણ પ્રકારની વેદનાઓ પૈકી ક્ષેત્રસ્વભાવની વેદના સાતે નરકમાં હોય છે. પરસ્પદીરિત વેદના છ નરક સુધી હોય છે અને પરમાધામીકૃત વેદના ત્રણ નરક સુધી હોય છે. અહીં પરસ્પર ઉદીરિત વેદના છઠ્ઠી પૃથ્વી સુધી કહી છે તે વિચિત્ર પ્રકારના અસિ, કુન્તાદિ વિમુર્વેલા શસ્ત્રોના અભિઘાતરૂપ સમજવી.
જ્યાં સાતમી નરક પૃથ્વી સુધી કહી છે ત્યાં લેહિત કુન્થના અનેક રૂપ વિકુવીને તેના વડે પરસ્પર ઉદીરિત સમજવી. તેઓ તેવા કુળુવડે પરસ્પરને દુઃખ ઉપજાવે છે. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે-છઠ્ઠી ને સાતમી નરક પૃથ્વીમાં નારકીઓ વજા મય તુંડ (મુખ) વાળા લાલ વર્ણના કુંથુઓ અને ગમયકીડાઓ વિકુવીને એકબીજાના શરીરને તેના વડે કે તરાવતા કતરાવતા અને શેરડીના કૃમીની જેમ શરીરને ચાળણ જેવું કરતા તેમ જ શરીરની અંદર પ્રવેશ કરતા પ્રવેશ કરતા ગાઢ વેદનાને ઉદીરે છે. ૨૩૮
હવે નરક પૃથિવીના નામ અને ગોત્ર પ્રતિપાદન કરે છે – घम्मा वंसा सेला, अंजण रिट्ठा मघा य माधवई। . पुढवीणं नामाइं, रयणाइं इंति गोत्ताइं ॥ २३९ ॥
ટીકા –અહીં જે નિરન્વય અભિધાન તે નામ કહીએ અને સાન્વય હોય તે ગોત્ર કહીએ. તે સાતે પૃથ્વીના નામ આ પ્રમાણે-પહેલી ઘર્મા ૧, બીજી વંશા ૨, ત્રીજી શૈલા ૩, ચોથી અંજના ૪, પાંચમી રિછા પ, છઠ્ઠી મઘા ને સાતમી માઘવતી ૭. આ સિવાય રત્નપ્રભાદિ સાન્વય નામો છે તે ગોત્ર કહેવાય છે તે આ પ્રમાણે-રત્ન એટલે વદિ અને પ્રભા શબ્દ અહીં બધે ઠેકાણે રૂપવાચી સમજ. રત્ન છે પ્રભા એટલે રૂપ–સ્વભાવ જેને તે રત્નપ્રભા. રત્નસ્વભાવા, રત્નમયી, રત્નબહુલા જાણવી. શર્કરા પ્રભાદિ નામના અર્થ પણ આ પ્રમાણે સમજવા. ૨૩૯ . - હવે ઘર્માદિ પૃથ્વીના પ્રતિષ્ઠાન વિધિ અને સંસ્થાન વિધિ કહે છે –
૧ અર્થ થઈ શકે નહીં તેવું.
૨ અર્થ થાય તેવું.