________________
૩૫
દેવાધિકાર.]
ભવનપતિના ભવનની સંખ્યા. ઉપર પ્રમાણે ચારે નિકાયના દેવોની સ્થિતિ કહી, હવે ભવનો કહે છે. તેમાં પ્રથમ ભવનપતિના ભવનની સંખ્યા કહે છે.
सत्तेव य कोडीओ, हवंति बावत्तरि सयसहस्सा। एसो भवणसमासो, भवणवईणं वियाणिज्जा ॥३५॥
અર્થ–સાત ક્રોડ ને બહેતર લાખ—એટલી ભવનપતિના સર્વ ભવનની સંખ્યા જાણવી. ૩૫. (અહીં સમાસ શબ્દ સર્વસંખ્યાવાચક છે.)
હવે ભવનવાસીની જ પ્રત્યેક નિકાયની ભવનસંખ્યા કહે છે– चउसट्टी असुराणं, नागकुमाराण होइ चुलसीए (ई)। बावत्तरि कणगाणं, वाउकुमाराण छन्नउई ॥ ३६ ॥ दीवदिसाउदहीणं, विज्जुकुमारथणियअग्गीणं । छण्हपि जुयलयाणं, छावत्तरिमो सयसहस्सा ॥ ३७ ॥
ટીકાર્થ—અસુરકુમાર નિકાયના દક્ષિણ ઉત્તર અને દિશાના મળીને ૬૪ લાખ ભવને છે. નાગકુમાર નિકાયના દક્ષિણ ઉત્તર મળીને ૮૪ લાખ ભવને છે. કનકના એટલે સુવર્ણકુમારના દક્ષિણેત્તર મળીને ૭૨ લાખ ભવનો છે. વાયુકુમારના દક્ષિણેત્તર મળીને ૯૬ લાખ ભવને છે અને દ્વીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિદ્યુત કુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ છ નિકાયના યુગળના એટલે દક્ષિણ ને ઉત્તર બંને દિશાના મળીને ૭૬–૭૬ લાખ ભવને છે. એ પ્રમાણે બધા મળીને દશે નિકાયના સર્વ સંખ્યાએ પૂર્વે કહ્યા પ્રમાણે સાત ક્રોડ ને ૭૨ લાખ ભવનો છે. ૩૬-૩૭.
હવે દક્ષિણ ને ઉત્તર દિશાના વિભાગે કરીને ભવનસંખ્યા કહે છે – चउतीसा चउचत्ता, अडतीसं च सयसहस्साइं । પન્ના વત્તાસ્ટીસા, ફિનો તિ મવાડું રૂ૮ . तीसा चत्तालीसा, चउतीसं चेव सयसहस्साइं। छायाला छत्तीसा, उत्तरओ हुंति भवणाइं ॥ ३९ ॥