________________
દેવાધિકાર. ]
સમુદ્રોમાં મત્સ્ય સંબંધી હકીકત.
૬૩
સ્વાદુ જળવાળા ધૃતવર સમુદ્ર છે અને લવણ સરખા સ્વાદુ જળવાળા લવણેાદ સમુદ્ર છે. કાળાધિ, પુષ્કરવરાધિ અને સ્વયંભૂરમણ એ ત્રણ સમુદ્રો સામાન્ય ઉદક જેવા ઉદકવાળા છે. એમાં એટલું વિશેષ સમજવું કે કાળાદ સમુદ્રનું પાણી અડદના રાશિ જેવા શ્યામ વર્ણવાળું ને ગુરૂપિરણામવાળુ–ભારે છે. પુષ્કરવાદ સમુદ્રનું પાણી હિતકારી, પથ્યકારી, તનુપરિણામ-હલકું અને સ્ફટિકના વર્ણ જેવુ ઉજ્વળ છે. સ્વયંભૂરમણુ સમુદ્રનું પાણી પણ તેવું જ છે. ૮૮
હવે તે સમુદ્રોમાં મત્સ્યા છે તેના શરીરનું પ્રમાણ કહે છે— लवणे पंचसयाई, सत्तसयाई तु हुंति कालोए । जोअणसहस्समेगं, सयंभुरमणम्मि मच्छाणं ॥ ८९॥
ટીકા—લવર્ણાધિમાં મત્સ્યાનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ પાંચ સેા ચેાજનનું છે. કાળેાધિમાં સાત સેા ચેાજનનું છે અને સ્વયંભૂરમણ સમુદ્રમાં એક હજાર ચેાજનનું છે. આ ચેાજન ઉત્સેધાંગુલના સમજવા; કારણ કે શરીરના પ્રમાણમાં ખધે ઉત્સેધાંશુલ જ લેવાનુ કહેલ છે. ૮૯.
હવે મસ્ત્યાના સંભવ આશ્રી કહે છે—
लवणे कालसमुद्दे, सयंभुरमणे य हुंति मच्छाओ । अवसेससमुद्देसु, नत्थि उ मच्छा य मयरा वा ॥ ९० ॥
ટીકા લવણેાદધિમાં, કાળાધિમાં અને સ્વયંભૂરમણ સમુદ્રમાં પ્રચુર મત્સ્યા રહેલા છે. ઉપલક્ષણથી બાકીના મગરાદિ જળચર જીવા પણ તેમાં ઘણાં હાય છે એમ સમજવુ. બાકીના સમુદ્રોમાં પ્રાયે મત્સ્યા ને મગરો હાતા નથી એટલે કાચબા વિગેરે પણ હાતા નથી. ૯૦
પ્રાયે નથી–એમ કહેવાથી શું સમજવું? તે કહે છે—
नत्थि त्ति पउरभावं, पडुच्च न उ सव्वमच्छपडिसेहो । अप्पा सेसेसु भवे, न हु ते निम्मच्छया भणिआ ॥ ९१ ॥
ટીકા --અહીં સ્થિ ૩ મચ્છા થ મયા યા એમ પૂર્વે ૯૦મી ગાથામાં કહ્યું છે તે પ્રચુર ભાવને લઇને સમજવું. એટલે પ્રાચુયે કરીને ખીજા સમુદ્રોમાં