________________
૨૦૪
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર [ તિર્યંચમનુષ્યાધિકાર एमेव य उववट्टण, संखा समएण सुरवरतुल्ला । मणुएसुं उववजेऽसंखाउय मुत्तु सेसाओ ॥३४१ ॥
ટીકાથ––ગર્ભજ મનુષ્યને અને સંમૂછિમ મનુષ્યને ઉદ્ધનાવિરહકાળ પણ ઉયપાતવિરડકાળ પ્રમાણે જ જાણવો. તે આ પ્રમાણે-ઉદ્વર્તનાવિરહકાળ ગર્ભજમનુષ્યને ઉત્કૃષ્ટ બાર મુહૂર્તને અને સંમૂછિમ મનુષ્યને ઉત્કૃષ્ટ વીશ મુહૂર્તને જાણ. જઘન્યથી બંને પ્રકારનો વિરહકાળ એક સમયને જાણો. એ રીતે ઉદ્વર્તનાવિરહદ્વાર કહ્યું.
હવે એક સમયે ઉત્પદ્યમાન અને ઉદ્વર્તમાન જીવોની સંખ્યા કહે છે. તે સુરવર તુલ્ય એટલે દેવ સમાન જાણવી. તે આ પ્રમાણે એક, બે, ત્રણ, સંખ્યાતા અથવા અસંખ્યાતા એક સમયે ઉપજે છે અને તેટલા એક સમયે
એવે છે. તેમાં એટલું વિશેષ કે-આ હકીકત સામાન્ય ગર્ભજ સંમૂછિમની મળીને સમજવી એકલા ગર્ભ માટે સમજવી નહીં. આ પ્રમાણે સંખ્યાદ્વાર કહ્યું.
હવે ગતિદ્વાર કહે છે. મનુષ્યમાં અસંખ્યાતા વર્ષના આયુવાળા મનુષ્ય ને તિર્થને મૂકીને બાકીના સંખ્યાતા વર્ષના આયુવાળા મનુષ્ય અને તિર્ય તથા દે અને નારકી જી ઉપજે છે. ૩૪૧
હવે મનુષ્યનું આગતિદ્વાર કહેવાનો અવસર છે, છતાં પ્રથમ પૃથ્વીકાય વિગેરે જેની લશ્યાનું પ્રતિપાદન કરે છે –
पुढवी आउ वणस्सइ, बायर परिएसु लेस चत्तारि । गप्भे तिरियनरेसुं, छल्लेसा तिन्नि सेसाणं ॥ ३४२॥
શબ્દાર્થ – બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અકાય, અને (પ્રત્યેક) વનસ્પતિકાયને વિષે ચાર લેશ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ ને મનુષ્યમાં છ લેશ્યા હોય છે અને શેષ જીમાં ત્રણ વેશ્યા હોય છે.
ટીકાર્ય–આદર શબ્દ પ્રત્યેક સાથે જોડો અને પર્યાપ્ત વિશેષણ પણ સામર્થ્યથી સમજી લેવું. અન્યથા તેલેશ્યા સંભવી શકે નહીં. બાદરપર્યાપ્ત એવા પૃથ્વીકાયમાં, બાદરપર્યાપ્ત અપકાયમાં અને બાદરપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયમાં આદ્યની ચાર-કૃષ્ણ, નીલ, કાપત ને તેજલેશ્યા હોય છે. તેજેશ્યા શી રીતે પામીએ? તે કહે છે. એ ત્રણ પ્રકારમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી