________________
દેવાધિકાર.] દેવોના અવધિજ્ઞાનનું પ્રમાણ :
૧૩૩ ટીકાર્થ –અધસ્તન ને મધ્યમ ત્રણ ત્રણ વૈવેયકના દેવ છઠ્ઠી તમ:પ્રભા પૃથ્વીના તળ સુધી અવધિજ્ઞાનવડે દેખે અને ઉપરિતન ત્રણ રૈવેયકના દેવે સાતમી તમસ્તમ:પ્રભા પૃથ્વીના અધસ્તન ભાગ સુધી દેખે. અનુત્તર વિમાનના દેવ સંભિન્ન એટલે કાંઈક ન્યૂન લેકનાલિ દેખે. રરર
આ પ્રમાણે અધભાગનો અવધિ વિષય કહ્યો, હવે તિર્ય ને ઊર્ધ્વ કેટલું કેટલું દેખે ? તે કહે છે –
एएसिमसंखेज्जा, तिरियं दीवा य सागरा चेव। बहुययरं उवरिमगा, उ8 च सकप्पथूभाई ॥ २२३ ॥
ટીકાર્થ –એ શકશાનાદિ કલ્પના દેવને તિર્ય અવધિ વિષય અસંખ્યાતા દ્વીપ સમુદ્રોને છે. કેવળ ઉપર ઉપરના ક૯૫વાસી દેવો બહુ બહુતર, બહુતમ તિર્યંગ ક્ષેત્ર અવધિજ્ઞાનવડે દેખે. ઊર્ધ્વ ભાગે બધા સધર્માદિ કલ્પના દે પોતપોતાના વિમાનની ચૂલા-વજાદિ પર્યત દેખે. રર૩.
આ પ્રમાણે તિર્ય ને ઊર્થ અવધિવિષયભૂત ક્ષેત્રનું પરિમાણ કહ્યું, હવે સ્થિતિવિશેષે તે ક્ષેત્રનું વિશેષપણું બતાવે છે –
संखेज जोयणा खलु, देवाणं अद्धसागरे ऊणे । तेण परमसंखेजा, जहन्नयं पन्नवीसं तु ॥ २२४ ॥
ટીકાઈ–ભવનપત્યાદિ દેવ કે જેનું આયુ અર્ધ સાગરોપમથી કિંચિત્ ઊણ હોય તેનું અધિક્ષેત્ર સંખ્યાતા જનનું જાણવું. તે કરતાં વૃદ્ધિ પામતા આયુવાળા દેવનું અવધિક્ષેત્ર અસંખ્યાતા જનનું જાણવું. કેવળ જેમ જેમ આયુની વૃદ્ધિ તેમ તેમ અસંખેયની પણ વૃદ્ધિ જાણવી. અને જે ભવનપત્યાદિ દેવોનું આયુ જઘન્ય દશ હજાર વર્ષનું હોય તેનું અધિક્ષેત્ર ૨૫ પેજન પ્રમાણ જાણવું. ૨૨૪
હવે પ્રસંગે પાત નારક, તિર્યચ, મનુષ્ય ને દેવના અવધિક્ષેત્રના સંસ્થાનવિષયને કહે છે –
૧ પિતાના વિમાનની વજા ઉપરનો ભાગ ન દેખે. (સિદ્ધશિલા ન દેખે)