________________
૨૨૪
શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર પ્રત્યાખ્યાની અને સંજવલન એવા ચાર ચાર ભેદ છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે –જળ, રેણ, પૃથ્વી ને પર્વતની રેખા સમાન ચાર પ્રકારને ક્રોધ છે, નેતરની લતા, કાષ્ટ, અસ્થિ ને પથ્થરના સ્થંભ સમાન ચાર પ્રકારનું માન છે, અવલેખિકા, ગોમૂત્ર, મેંઢાના સિંગ અને ઘણવંશના મૂળ સમાન ચાર પ્રકારની માયા છે અને હળદર, ખંજન, કર્દમ ને કીરમજના રંગ સમાન ચાર પ્રકારને લેભ છે. તેની સ્થિતિ પક્ષ, ચાર માસ, વર્ષ ને જાવજજીવની અનુક્રમે છે અને તે ચારે દેવ, મનુષ્ય, તિર્યંચ ને નરક ગતિમાં જવાના હેતુભૂત કહ્યા છે.
૬ સંજ્ઞા-સંજ્ઞાન તે સંજ્ઞા. તેના ચાર પ્રકાર છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા મૈથુન સંજ્ઞા ને પરિગ્રહ સંગ્રા. ૭ લેશ્યા–જેના વડે કરીને આત્મા કર્મથી લેપાય તેને વેશ્યા કહીએ. કૃષ્ણાદિ દ્રવ્યના સમીપપણાથી થતા આત્માના શુભાશુભરૂપ પરિણામ વિશેષ તે લેશ્યા કહીએ. કહ્યું છે કે–urવિસાજव्यात् परिणामोऽयमात्मनः । स्फटिकस्येव तत्रायं लेश्याशब्दः प्रवर्तते ॥१॥ “સ્ફટિકની જેમ કૃષ્ણાદિ દ્રવ્યના સામીપણાથી આત્માના જે (શુભાશુભ) પરિણામ થાય તે અર્થમાં લેણ્યા શબ્દ પ્રવર્તે છે.” તે લેશ્યા છ પ્રકારની છે. ૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલલેશ્યા, ૩ કાપત લેશ્યા, ૪ તેજે લેશ્યા, ૫ પદ્મ લેશ્યા, ૬ શુકલ લેહ્યા. એનું સ્વરૂપ જંબૂવૃક્ષના ફળ ખાનાર છે પુરૂષના તથા ગ્રામઘાતક છે પુરૂષના દષ્ટાંતથી જાણવું. અહિં બે દષ્ટાંતની મળીને ૧૧ ગાથાઓ છે તેનો અર્થ આ પ્રમાણે–એક અત્યંત પાકેલા જાંબુના ફળથી જેની શાખાઓ નમી ગયેલી છે એ જબૂવૃક્ષ છ પુરૂએ દીઠે, એટલે તેમણે તેના ફળો ખાવાની ઈચ્છા જણાવી. એક બે કે–આ વૃક્ષ પર ફળ ખાવા માટે ચડવાથી જીવવાને સંદેહ થઈ પડે માટે ઉપર ન ચડતાં તેને મૂળમાંથી છેદીને પાડી નાખીએ, બીજે બે કે-આખા વૃક્ષને છેદવાનું આપણે શું કામ છે તેની મોટી શાખા છેદીએ, ત્રીજે બે કે--પ્રશાખાઓ છેદીએ, એથે બેલ્યો કે-ફળવાળા ગુચ્છા છેદીએ, પાંચમે બોલ્યો કે-ફળો જ પાડીએ, છઠ્ઠો બોલ્યો કે આ પુષ્કળ જાંબુ જમીન પર પડેલા છે તે જ લઈને ખાઈએ.” આ દષ્ટાંતને ઉપનય આ પ્રમાણે છે–જેણે આખા વૃક્ષને છેદવાનું કહ્યું તેને કૃષ્ણલેશ્યાએ વર્તતે જાણો. બીજે મેટી શાખા છેદવાનું કહેનારે નીલ લેણ્યાવાળ જાણ, પ્રશાખા છેદવાનું કહેનારે કાપત લેશ્યાવાળો જાણ, ગુચ્છા છેદવાનું કહેનાર તેજે લેશ્યાવાળો જાણ, ફળો ત્રાડવાનું કહેનારો પદ્મ શ્યા- વાળ જાણ અને પડેલા ફળ ખાવાનું કહેનાર શુકલ વેશ્યાવાળ જાણો.”