________________
N
નરકાધિકાર.] નારકોને ત્રણ પ્રકારની વેદનાનું સ્વરૂપ.
'૧૫ તમ:પ્રભામાં કેવળ શીત વેદના જ છે, પરંતુ તે પાંચમી પૃથ્વીની અપેક્ષાએ અતિતીવ્રતર છે. તે કરતાં પણ સાતમી તમસ્તમાં પૃથ્વીમાં શીત વેદના છે તે અતિતીવ્રતમ છે.
ત્યાં જે પુદગલનું બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ ને શબ્દરૂપ દશ પ્રકારનું પરિણામ છે તે પણ નરકમાં ક્ષેત્રસ્વભાવથી જ અતિ પીડાજનક છે. તે આ પ્રમાણે-જે જે પુદ્ગલ પ્રતિક્ષણે આહારની સાથે બંધલક્ષણ બંધનપરિણામને પામે છે તે મહાગ્નિ વિગેરેના સંબંધથી પણ અધિક વેદના આપે છે. જે ઉંટ વિગેરેની જેવું ગતિ પરિણામ છે તે પણ તલહાદિ ઉપર પગ મૂકવાથી થાય તે કરતાં અધિકતર પીડા આપે છે. સંસ્થાના પરિણામ પણ અત્યંત જઘન્ય હંડરૂપ છે. તે પોતાને પણ દેખતાં મહાઉદ્ધગજનક છે. નારકીનું સંસ્થાન જેની પાંખે છેદી નાખી છે એવા અંડજ પક્ષીની જેવું પૂર્વાચાર્યો કહે છે. ભેદ એટલે કુંભી વિગેરેમાંથી નારકીના શરીરના પુગળનું જે વિચટન કરવું તે શસ્ત્રોવડે ખેંચવા કરતાં પણ અતિ પીડાકારી છે. વર્ણ પરિણામ પરમ નિકૃષ્ટ અને ભયંકર છે. તે આ પ્રમાણે–નરકાવાસા દ્વાર વિનાના, સર્વ દિશા અને વિદિશા તથા ઊર્ધ્વ ને અધે ઉપમાનીત ભયાનક, અદષ્ટ પર્યત એવા તમવડે નિત્ય અંધકારવાળા, જલેબ્સ, મૂત્ર, પુરીષ, શ્રોત, મળ, રૂધિર, વસા, મેદ અને પરૂ વિગેરેથી અનુલિસ ભૂતળપ્રદેશવાળા અને સ્મશાનની જેમ પતિ, માંસ, કેશ, અસ્થિ, ચર્મ, દંત, તેમ જ નખવડે આસ્તીર્ણ ભૂમિવાળા છે. ( એટલા ઉપરથી તેના વર્ણનું નિકૃષ્ટપણું સમજી લેવું.) ગધપરિણામ શિયાળ, માર, નકુળ, સર્પ, ઉંદર, હસ્તી, અશ્વ, ગાય અને મનુષ્યના જીવ રહિત કલેવર કે જે કહી ગયેલા હોય તેના ગંધથી પણ અધિક અશુભતર છે. રસપરિણામ ઘોષાતકીના રસ કરતાં પણ અતિ કટુક છે. સ્પર્શ પરિણામ પણ વીંછી અને કોચાના સ્પર્શ કરતાં પણ અત્યંત દુઃખાવહ હોય છે. અગુરુલઘુપરિણામ અતિ તીવ્ર એવા અનેક દુઃખના આશ્રયભૂત હોય છે. શબ્દપરિણામ પણ તેને અત્યંત અશુભ હોય છે, કારણ કે તેઓ સદૈવ પીડાવડે આકાંત મનવાળા હોવાથી કરૂણું ઉપજે તેવા આર્તસ્વરવડે વિલાપ કરતા અને આરડતા હોય છે. ક્ષુધા ને તૃષા પણ નારકી જીવોને અતિ કણકારી હોય છે. કઈ પ્રકારે શાંત થતી જ નથી. નારકો વારંવાર નખાતા સૂકા કાષ્ઠવડે પ્રજવલિત રહેતા અગ્નિની જેમ અતિ તીણ ને વિસ્તૃત સુધાગ્નિવડે સદા દામાન શરીરવાળા હોય છે. તેની ક્ષુધા એવી
૧૮