________________
દેવાધિકાર. ]
વૈમાનિકમાં ઉપપાતવિરહકાળ.
૧૦૫
नवदिण वीस मुहुत्ता, बारस दस चेव दिण मुहुत्ताओ । बावीसा अद्धं चिय, पणयाल असीइ दिवससयं ॥१५९॥
संखिज्जा मासा आणयपाणएसु तह आरणचुए वासा । સાંવના વિશેષા, વિજ્ઞનુ ગો યુદ્ધં ૫ પુ૨ ।
ટીકા :—સનત્કુમાર કલ્પમાં દેવાના ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ નવ દિવસ ને ૨૦ મુહૂત્ત, માહેદ્ર કલ્પમાં ૧૨ દિવસ ને ૧૦ મુહૂત્ત, બ્રહ્મલેાકમાં ર૨ા દિવસ, લાંતકમાં ૪૫ દિવસ, મહાશુક્રમાં ૮૦ દિવસ અને સહસ્રારમાં ૧૦૦ દિવસના ઉપપાવિરહકાળ સમજવા. ૧૫૧
આનત–પ્રાણત કલ્પમાં પ્રત્યેકમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા માસને સમજવા. કેવળ માનતની અપેક્ષાએ પ્રાણતમાં વધારે માસા જાણવા. તે વધારે માસ પણ વર્ષની અંદર સમજવા. આરણ ને અચ્યુતમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ સંખ્યાતા વર્ષોના જાણવા. તેમાં આરણ કરતાં અચ્યુતમાં વધારે વર્ષો સમજવા; પરંતુ તે સા વર્ષની અંદર સમજવા. હવે ત્રૈવેયકમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ કહે છે. ૧૫૨
हिट्टिम वाससयाई, मज्झिमे सहस्स उवरिमे लस्का । संखिजा विनेया, जहासंखेण तीसुं पि ॥ १५३ ॥ पलिया असंखभागो, उक्कोसो होइ विरहकालो उ । વિનયાસુ નિદ્દિો, સવ્વસુ નન્નો સમો ॥૧૪॥
ટીકા :—અધસ્તનાદિ ત્રણે ત્રૈવેયકના ત્રિકને વિષે અનુક્રમે સખ્યાતા સા વ, સંખ્યાતા હજાર વર્ષ અને સખ્યાતા લાખ વર્ષના ઉપપાતવિરહકાળ જાણવા. તે આ પ્રમાણે-અધસ્તન ત્રૈવેયકત્રિકમાં સંખ્યાતા સેંકડો વર્ષના, તે હજારની અંદરના જાણુવા, મધ્યમ ગ્રંયકત્રિકમાં સંખ્યાતા હજાર વર્ષના, તે લાખની અંદર જાણવા અને ઉપરિતન વેયકત્રિકમાં સંખ્યાતા લાખ વર્ષના, તે ક્રોડની અંદર જાણવા. મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિકૃત ટીકામાં એ પ્રમાણે જોવાથી આ ટીકાકાર આ પ્રમાણે કહે છે. અન્ય તેા સામાન્યે જ સેા, હજાર ને લાખ વર્ષ કહે છે. ૧૫૩
૧૪