________________
૨૦૩.
તિર્યંચમનુષ્યાધિકાર ] તિર્યની ગતિ આગતિ. સમજવી. તે આ પ્રમાણે એક સમયે એક, બે, ત્રણ અથવા સંખ્યાતા, અસંખ્યાતા આવે છે અને ઉપજે છે. એ રીતે ઉપપાત ને ઉદ્વર્તનાની સંખ્યા કહી.
હવે ગતિદ્વાર કહે છે–સંખ્યાતા વર્ષના આયુવાળા મનુષ્ય ને તિર્થ સર્વે વિકસેંદ્રિયમાં જાય છે, અને દેવો તથા નારકી જીવો ગર્ભજ એવા તિર્યંચ ને મનુષ્યમાં જાય છે. અહીં પ્રશ્ન કરે છે કે–પૂર્વે ઈશાનદેવક સુધીના દેવો એકેંદ્રિયમાં જાય છે એમ કહ્યું છે અને અહીં ગર્ભજ તિર્યંચમનુષ્યમાં જાય છે એમ કહે છે તો તેથી શું વિરોધ આવતો નથી ? તેને ઉત્તર આપે છે કે–આ ઉક્તવડે વ્યતિરેક પણે કહેલ હોવાથી તેમાં દોષ આવશે નહીં. આમ કહેવાથી એ કહ્યું કે–એકેદ્રિયમાં જાય છે અને ગર્ભજ તિર્યંચ મનુષ્યમાં પણ જાય છે. ૩૩૮
હવે પ્રકાંતેના જ ગતિદ્વારને અવસરે સામાન્ય આગતિદ્રાર કહે છે – उव्वट्टा तिरियाओ, चउसुं पि गईसु जंति पंचिंदी । थावर विगला दोसु, नियमा पुण संखजीवीसु ॥ ३३९ ॥
ટીકાર્થ –સંખ્યાતા વર્ષના આયુવાળા તિર્યંચ ચંદ્રિ સ્વસ્થાનથી ઉદ્ધર્યા સતા ચારે ગતિમાં–નારક, તિર્યચ, મનુષ્ય ને દેવતામાં જાય છે. સ્થાવર–એકેંદ્રિય ને વિકલેંદ્રિય–બેઇંદ્રિયાદિ તિર્યંચ ને મનુષ્યરૂપ બે ગતિમાં જ જાય છે. અને તે પણ કેવળ નિશ્ચયે સંખ્યાત વર્ષના આયુવાળામાં જ જાય છે. અસંખ્યાતાયુવાળામાં જતા નથી. ૩૩૯
હવે ગર્ભજ ને સંમૂછિમ મનુષ્યને ઉપપતવિરહકાળ જઘન્ય ને ઉત્કૃષ્ટ દે કહે છે – ..बारसमुहुत्तगप्भे, मुहुत्तसंमुच्छिमेसु चउवीसं ।
उकोसविरहकालो, दोसु वि य जहन्नओ समओ॥३४०॥
ટીકાર્થ –ગજ મનુષ્યનો ઉત્કૃષ્ટ ઉપપાતવિરહાકાળ બાર મુહૂર્તને છે અને સંમૂછિમને વશ મુહૂર્તને છે. જઘન્યથી બંનેને–સંમૂછિમ ને ગર્ભજને ઉપપાતવિરહકાળ એક સમયને છે. ૩૪૦ છે. હવે મનુષ્યના જ ઉદ્વર્તનાદ્વાર, સંખ્યાદ્વાર ને ગતિદ્વાર કહે છે –