________________
નરકાધિકાર.] પરમાધામીકૃત વેદનાનું સ્વરૂપ.
૧૪૭, - હવે સંકિલષ્ટ અધ્યવસાયવાળા પરમાધાર્મિક દેવે ઉદારિત વેદનાનું સ્વરૂપ કહે છે–તે પરમાધાર્મિકે પંદર પ્રકારના છે. ૧ અમ્બ, ૨ અમ્બરીષ, ૩ શ્યામ, ૪ શબલ, પરૂ, ૬ ઉપરૂ, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિ, ૧૦ ધનુ, ૧૧ કુમ્ભી, ૧૨ વાલુકા, ૧૩ વૈતરણું, ૧૪ પરસ્વર અને ૧૫ મહાઘોષ. એ દેવો અનેક પ્રકારની વેદનાઓ ઉટીરીને નારકીને પીડા ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણેકઈ વખત તપાવેલા લેઢાના રસનું પાન કરાવે છે. કદાચિત્ તપાવેલાં લેઢાના સ્તંભનું આલિંગન કરાવે છે. કેઈ ' વખત કૂટશામલિ વૃક્ષ પર ચડાવે છે. કઈ વખત લેઢાના ‘ઘણુડે પ્રહાર કરે છે. કોઈ વખત વાંસલા ને છરીવડે છેદીને તેના પર ક્ષારવાળું તપાવેલું તેલ સીંચે છે. કેઈ વખત લેઢાના ભાલા પર પરાવે છે. કોઈ વખત અગ્નિની ભઠ્ઠીમાં ભુજે છે. તેલની જેમ ઘાણીમાં પીલે છે. કવિતવડે છેદે છે. સિંહ, વાઘ, દીપડા, શિયાળ, ગીધપક્ષી, કંકપક્ષી, ઘુવડ અને ચેન વિગેરે પશુ-પક્ષી વિમુવીને તેના વડે અનેક પ્રકારની કદર્થનાઓ કરાવે છે. તપાવેલી રેતીમાં ચલાવે છે. અસિપત્રવનમાં પ્રવેશ કરાવે છે. વેતરણી નદીમાં ઉતારે છે. પરસ્પર યુદ્ધ કરાવે છે. વળી તેઓ કુલ્ફીમાં પણ તેમને પચાવે છે, તેમાં પચતા સતા અસહ્ય વેદના થવાથી નરયિકે પાંચશે એજન સુધી ઉંચા ઉછળે છે. ત્યાંથી પડતાં વચ્ચે દ્રોણ, કાક વિગેરે પક્ષીઓની વા સરખી કઠોર ચંચુવડે ડાતા સતા કાંઈક શેષ ભાગ ભૂમિ પર પડે છે અને ત્યાં પડતાં જ વિકુલા વ્યાધ્રાદિ પશુઓવડે ખવાય-ચવાય છે. શ્રી સૂત્રકૃતાંગની ચૂર્ણિમાં આ જ ભાવાર્થ કહે છે.
આવી પીડા તે પરમાધામી દે તેઓને શા માટે કરે છે? તેના ઉત્તરમાં કહે છે કે–પાછલા ભવમાં તેઓ રકમી, સંકિલષ્ટ અધ્યવસાયવાળા, પાપકાર્યમાં જ આનંદ માનનારા હાઈને પંચાગ્નિરૂપ મિથ્યા કષ્ટવાળા તપને કરીને રેઢી આસુરી ગતિને પામીને ત્યાં તેમને તે જ આચાર હોવાથી તેઓ તેવા પ્રકારની વેદનાઓ ઉદીરે છે. જેમ અહીં મનુષ્યલોકમાં સાપ, કુકડા, વર્તક, લાવક વિગેરે પક્ષીઓ અને મુષ્ટિમોને યુદ્ધ કરતા સતા પરસ્પર પ્રહાર કરતા જોઈને રાગ-દ્વેષથી પરાભવ પામેલા પાપાનુબંધી પુણ્યવાળા મનુષ્યને બહુ આનંદ થાય છે તેમ તે પરમધામિકેને પણ નારકી અને એક બીજા પર પડતા ને પ્રહાર કરતા જોઈને પરમ પ્રીતિ ઉપજે છે અને તેવા પ્રમાદના વશથી તેઓ અટ્ટહાસ કરે છે, વસ્ત્ર ઉડાડે છે, પૃથ્વી પર હાથ પછાડે છે, એવી પ્રીતિ તેમને સારા નાટકાદિ જોવામાં પણ ઉપજતી નથી કે જેવી નારકી જીને કદર્થના ઉત્પન્ન કરતાં તેમને થાય છે. તથા પ્રકારના કર્મોદયના વશથી કદચ્યમાન નારક