________________
૨૨૨.
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર. હોય છે, તે નારકાદિકની ઉપરના દ્વારમાં કહેલી છે. ૩ સંવનન-વજાત્રાષભનારાચાદિ છ પ્રકારે છે. તે પૂર્વે કહેલ છે. ૪ સંસ્થાન–જેવા આકારવડે સંસ્થિત થવાય તે સંસ્થાન. તેના બે પ્રકાર છે. ૧ જીવોનું ને અજીનું. જીવોનું સમચતુરસાદિ છ પ્રકારે છે તે પૂર્વે કહેલ છે, અ ને પાંચ પ્રકારે છે. પરિમંડળ, વૃત્ત, વ્યસ, ચતુર ને આયત. તેમાં પરિમંડળ તે બહાર વૃત્તપણે અવસ્થિત હોય અને અંદર વલયની જેમ સુષિર (પોલું) હોય, વૃત્ત પણ તેવું જ હોય પરંતુ અંદર પિલું ન હોય. આદર્શમંડળની જેવું હોય. વ્યસ તે ત્રિખૂણું, ચતુરસ તે ચોખંડું અને આયત તે લાંબું. એ પાંચે ઘન ને પ્રતરના ભેદથી બે પ્રકારે છે. અને પરિમંડળ સિવાયના બાકીના ચાર એજ પ્રદેશજનિત ( એકી પ્રદેશવાળા)ને યુગ્મ પ્રદેશજનિત (બેકી પ્રદેશવાળા) એમ બે પ્રકારના હોય છે. તેમાં એજ પ્રદેશ પ્રતર વૃત્ત તે પંચ પ્રદેશી પાંચ પ્રદેશાવગાઢ હોય છે. તે આ પ્રમાણે હોય છે. એક પરમાણું મળે ને ચાર પ્રદેશ અનુક્રમે પૂર્વાદિ ચાર દિશામાં સમજવા. યુગ્મપ્રદેશ પ્રતર વૃત્ત બાર પ્રદેશી અને બાર પ્રદેશાવગાઢ હોય છે. તેમાં અંતર વિના ચાર આકાશપ્રદેશમાં ચાર પરમાણુ અને તેની ફરતા ચારે બાજુએ બેબે પરમાણુ. કુલ બાર પરમાણુ જાણવા. ઓજપ્રદેશ ઘન વૃત્ત સાત પ્રદેશી અને સાત પ્રદેશાવગાઢ જાણવું. તે આ પ્રમાણે–પંચપ્રદેશી પ્રતરવૃત્તિમાં મધ્યમાં રહેલા પરમાણુની ઉપર ને નીચે એક એક પરમાણુ સ્થાપવાથી સાત પ્રદેશી થાય છે. યુગ્મપ્રદેશ ઘન વૃત્ત તે બત્રીશ પ્રદેશી હોય છે. તે આ પ્રમાણે. પૂર્વે કહ્યા પ્રમાણે પ્રતર વૃત્ત જે બાર પ્રદેશી છે તેની ઉપર બીજા બાર પ્રદેશ મૂકી ઉપર ને નીચે ચાર ચાર મૂકવા એટલે બત્રીશ પ્રદેશી થશે. એજ પ્રદેશી પ્રતર તે ત્રણ પ્રદેશી અને ત્રણ પ્રદેશાવગાઢ હોય છે. તે આ પ્રમાણે તિર્જી બે અણુ મૂકવા ને પછી પ્રથમના અણુની નીચે એક અણુ મૂકવો એટલે ત્રિપ્રદેશ થશે. યુપ્રદેશી પ્રત-વ્યસ્ત્ર છ પ્રદેશી અને છ પ્રદેશાવશાળ હોય છે, તે આ પ્રમાણે–તેમાં તિ અંતર વિના ત્રણ અણ સ્થાપવા, પછી પેલા બેની નીચે એક એક અણુ મૂકે ને પછી પહેલાની નીચે એક વધારે મૂકે એટલે છ પ્રદેશી પ્રતર વ્યસ થશે. ઓજપ્રદેશ ઘન સ્ત્ર ૩૫ પ્રદેશી ૩૫ પ્રદેશાવગાઢ હોય. તે આ પ્રમાણે–પ્રથમ તિર્થો પાંચ પરમાણુ સ્થાપીએ પછી તેની નીચે નીચે તિર્જી જ અનુક્રમે ચાર, ત્રણ, બે ને એક પરમાણુ મૂકીએ, એટલે કુલ પંદર પ્રદેશ થયા. પછી તેની ઉપર દરેક પંક્તિમાંથી એક એક છોડીને દશ મૂકવા, પછી તે જ રીતે છ મૂકવા, પછી તે જ રીતે ત્રણ મૂકવા ને પછી એક મૂકવો એટલે એકંદર ૩૫ પ્રદેશાત્મક થશે. યુગ્મપ્રદેશ ઘન વ્યર્સ ચાર પ્રદેશી થશે. તે આ પ્રમાણે–પૂર્વે કહેલા ત્રિપ્રદેશાત્મક ચર્સ સંબંધી એક અણુ ઉપર એક અણુ સ્થાપે. એટલે ચાદ