________________
૨૦૦
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર [ તિર્યંચમનુષ્યાધિકાર. एगो असंखभागो, वट्टइ उज्वट्टणोववायम्मि । एगनिगोए निच्चं, एवं सेसेसु वि स एव ॥ १ ॥
એક નિગોદમાંથી નિત્ય સર્વકાળ એક અસંખ્યાતમો ભાગ ઉદ્ધનામાં વતે છે અર્થાત્ તેમાંથી એવે છે અને એક અસંખ્યાતે ભાગ ઉપજે છે. એ જ પ્રમાણે બાકીની સર્વ સૂક્ષ્મ-બાદર નિગોદ પ્રત્યેકમાંથી એક અસંખ્યાતમે ભાગ ઉદ્વર્તનામાં ને ઉપપાતમાં સમજો.” એનો સાર એ છે કે–સૂક્ષમ ને બાદર એકેક નિગેદ કે જે અનંત જીવાત્મક છે તેમાંથી એક અસંખ્યાતમે ભાગ સતત ઉદ્વર્તન પામે છે (નીકળે છે) અને એક અસંખ્યાતમો ભાગ તેમાં ઉપજે છે. તે અસંખ્યાત ભાગ પણ અનંતજીવાત્મક સમજ, તેથી એકેક નિગોદમાં પ્રતિસમય ઉત્પમાન જેવો અનંતા સમજવા. એ રીતે સર્વ નિગદમાંથી મળીને અનંતા નીકળે એમાં તે શું કહેવું ?
( દરેક નિગરમાંથી અસંખ્યાત સમયે સર્વ જીવો પલટાઈ જાય છે ) હવે નિગોદ એટલે શું? તે કહે છે-અનંત જીવોનું સાધારણ એક શરીર. તે પણ સ્તિબુકાકાર એટલે પાણીના પરપોટાના આકારનું. એવી રીતની અસંખ્ય નિગોદનો જે સમુદાય ગોલકના આકારને તેને ગાળો કહીએ, એવા ગોળા અસંખ્યાતા છે. એ અર્થને કહેનારી ગાથા આ પ્રમાણે છે—
गोला य असंखिज्जा, अस्संखनिगोयगोलओ भणिओ । इक्विक्कम्मि निगोए, अणंतजीवा मुणेयव्वा ॥१॥
ગોળા લેકમાં અસંખ્યાતા છે. ગળો અસંખ્ય નિગોદાત્મક તીર્થકર ગણધરએ કહેલો છે. એકેક નિગોદમાં અનંતા છે જાણવા.” એ નિગોદમાં વર્તતા જીવો બે પ્રકારના છે–સાંવ્યવહારિક ને અસાંવ્યવહારિક. તેમાં સાંવ્યવહારિક તે નિગોદમાંથી નીકળીને શેષ જીવરાશિમાં જે ઉત્પન્ન થયા હોય તે સમજવા. તેમાંથી નીકળીને કોઈ જીવ પાછા પણ નિગોદમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં ઉત્કૃષ્ટા આવળીના અસંખ્યાતમાં ભાગના સમય જેટલા પુગળપરાવર્ત કરે છે અને પાછા તેમાંથી નીકળીને શેષ સર્વ માં આવે છે. આ પ્રમાણે વારંવાર સાંવ્યવહારિક જે ગત્યાગતિ કરે છે. જે અસાંવ્યવહારિક છે તે તે સર્વદા નિગદમાં જ રહેલા છે તે કદાચિત્ પણ ત્રસભાવને પામેલા નથી. તે સંબંધની ગાથા આ પ્રમાણે–
अत्थि अणंता जीवा, जेहि न पत्तो तसत्तपरिणामो । उप्पजंति चयंति य, पुणो वि तत्थेव तत्थेव ॥१॥