________________
૧૩૪ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
( દેવાધિકાર. नेरइयभवणवणयरजोइसकप्पालयाणमोहिस्स। गेविजणुत्तराण य, हुंतागारा जहासंखं ॥ २२५ ॥ तप्पागारे पल्लगपडहगझल्लरिमुइंगपुप्फजवे ।। तिरियमणुएसु ओहि, नाणाविहसंठिओ भणिओ ॥२२६॥
ટીકાર્થ –નારકી, ભવનપતિ, વ્યંતર, તિષ્ક, કલ્પવાસી દે, ગ્રેવેયક દેવ ને અનુત્તર વિમાનના દેવના અવધિ વિષયના ક્ષેત્રના આકાર યથાસંખ્ય આ પ્રમાણે જાણવા, તે કહે છે નારકીનું અવધિ તપ્રાકાર હોય છે. ત. એટલે કાષ્ઠસમુદાયવિશેષ કે જેના વડે નદીના પ્રવાહમાં દૂરથી વસ્તુ લાવી શકાય છે. તે લાંબું, ત્રિખૂણું ને ચોખૂણું હોય છે. (લકે તેને ત્રાપો કહે છે) એવા આકારનું અવધિ નારકી જવાનું હોય છે. ભવનપતિનું પલ્લકાકાર હોય છે. પડ્યુક એવું લાટ દેશમાં ધાન્યાધારવિશેષ હોય છે. (લોકો તેને પાલો કહે છે) તે ઉંચુ હોય છે ને નીચે પહોળું, ઉપર જરા સાંકડું હોય છે. વ્યંતરેનું અવધિ પટહાકાર હોય છે. પટહ એક જાતનું વાજિત્ર વિશેષ છે. તે લાંબું, ગોળ અને ઉપર નીચે સમપ્રમાણવાળું હોય છે. જ્યોતિષ્કનું અવધિ ઝલ્લરીના આકારનું હોય છે. ઝલ્લરી અવનદ્ધ (ચામડાવડે મઢેલી) વિસ્તીર્ણ વલયાકાર વારિત્ર વિશેષ છે. તે દેશવિશેષે ઝાલરના નામથી પ્રસિદ્ધ છે. કલ્પાલય એટલે દેવલોક સૌધર્મથી માંડીને અત સુધીના દેવેનું અવધિ મૃદંગના આકારનું હોય છે. મૃદંગ વાદ્યવિશેષ છે. તે નીચે વિસ્તિર્ણ અને ઉપર તનુક (કાંઈક પાતળું ) ગોળ આકારનું હોય છે. તે પ્રસિદ્ધ છે. રૈવેયક દેવેનું અવધિ ગુંથેલા કુલની શિખાપર્યત ભરેલી ચંગેરીના આકારનું હોય છે. અનુત્તરવાસીનું કન્યાલક અપરપર્યાય જવનાયક (સ્ત્રીના ઘાઘરાના) આકારનું હોય છે. આ તપ્રાદિ શબ્દોનું વ્યાખ્યાન આચાર્ય શ્રી વિશેષાવશ્યકમાં ઉપર પ્રમાણે જ ત્રણ ચાર ગાથાઓમાં કહેલું છે. (તે ગાથાઓ આ પ્રમાણેના ભાવવાળી જ હોવાથી અહીં લખેલ નથી) તિર્યંચ અને મનુષ્યનું અવધિ અનેક પ્રકારના આકારવાળું હોય છે. જેમ સ્વયંભૂરમણ સમુદ્રમાં અનેક આકારના મો હોય છે તેમ આને આકાર પણ સમજવો. તેમાં એટલું વિશેષ છે કે વલયાકાર સંસ્થાનવાળા મસ્યા હોતા નથી. આ અવધિ તો તેવા આકારનું પણ હોય છે. (આ ભાવાથવાળી અહીં એક ગાથા આપી છે તે અમે જરૂર ન જણાવાથી લખી નથી )
૧ કાંસાની ઝાલરથી આ જુદી જાતની સમજવી.