________________
-
૫૩
દેવાધિકાર.] જંબુદ્વીપમાં ને લવણસમુદ્રમાં મંડળની સંખ્યા. લવણસમુદ્રમાં ૩૩૦ એજન અવગાહીને ૧૧૯ મંડળ રહેલા છે.” આ પ્રમાણે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં જ કહેલું છે. ચંદ્રના જંબુદ્વીપમાં પાંચ ને લવણસમુદ્રમાં દશ મંડળ રહેલા છે. તે બાબત પણ જંબુદ્વિીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે-“હે ભગવંત ! જંબુદ્વીપમાં કેટલા જન અવગાહીને કેટલા ચંદ્રના મંડળ છે?” “હે ગૌતમ! જંબદ્વીપમાં ૧૮૦ જન અવગાહીને ચંદ્રના પાંચ મંડળ રહેલા છે.” “હે ભગવંત ! લવણસમુદ્રમાં કેટલા યોજન અવગાહીને કેટલા ચંદ્રમંડળ રહેલા છે ?” “હે મૈતમ! ૩૩૦ જન અવગાહીને ચંદ્રના દશ મંડળ રહેલા છે. આ પ્રમાણે મેરૂ પર્વતથી પૂર્વમાં ને પશ્ચિમમાં જંબદ્વીપમાં ને લવણસમુદ્રમાં મળીને ચંદ્રના ૧૫ મંડળ છે એમ સમજવું.
નક્ષત્રોનું ને તારાઓનું પ્રત્યેકે એકેક સદા અવસ્થિત મંડલ છે. તેનું દક્ષિણાયન કે ઉત્તરાયન થતું નથી.૭૧ (ગ્રહના મંડળ આઠ છે તે અહીં કહેલ નથી).
હવે ચંદ્ર ને સૂર્યના પરિભ્રમણનું સ્વરૂપ કહેવા માટે સૂર્યપ્રકૃતિની ગાથા કહે છે –
ते मेरुपरियडंता, पआहिणावत्तमंडला सके। अणवठियजोगजुआ, चंदा सूरा गहगणा य ॥७२॥
ટીકાર્થ–તે ચંદ્ર, સૂર્ય અને ગ્રહો બધા જંબદ્વીપગત મેરૂપર્વતને મધ્યમાં કરીને રાખીને પર્યટન કરે છે-ફરે છે. તે નક્ષત્રની સાથે અનવસ્થિત ગવાળાં હતા સતા ફરે છે. એટલે કે ચંદ્ર, સૂર્ય અથવા ગ્રહો કઈ વખતે કઈ નક્ષત્રની. સંગાતે સંયોગમાં આવે છે તેથી એને માટે ચોકસ નિયમ નથી. એવી રીતે તેઓ મેરૂથી દક્ષિણાવર્તપણે મેરૂની પ્રદક્ષિણા કરતા સતા ફરે છે. જે નક્ષત્રો અને તારાઓ સદા અવસ્થિત પ્રતિનિયત મંડળવાળા છે તે પણ મેરૂને પ્રદક્ષિણા દેતા જ ફરે છે. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “જે નક્ષત્રો ને તારાઓના અવસ્થિત મંડળ છે તે પણ મેરૂપર્વતને પ્રદક્ષિણાવર્ત પણે જ ચાર ચરે છે–ફરે છે.” ૭ર
હવે મનુષ્યક્ષેત્રની બહારના અવસ્થિત (સ્થિર) એવા ચંદ્ર-સૂર્યોનું અપcરાળ કહેનારી મતાન્તર સૂચવનારી પ્રક્ષેપગાથા કહે છે –
चंदाओ सूरस्स य, सूरा चंदस्स अंतरं होइ। આ પરિસંસારું, તુ ગોઝાડું મારૂં ૭રે ,