________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. છે. તેથી એવી રીતે પરંપરાએ આ પ્રકરણ સર્વજ્ઞમૂળક છે એવું અવશ્ય ઉજવળ બુદ્ધિવડે અંગીકાર કરવું.
હવે જે ઉદ્દેશ તે જ નિર્દેશ હોય છે તે ન્યાયે પ્રથમ દેવેની સ્થિતિ કહેવી જોઈએ. દેવે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે-ભવનવાસી ૧, વ્યંતરો ૨, તિષ્ક ૩ અને વૈમાનિકે ૪. તેમાં ભવનમાં વસે તે ભવનવાસી કહેવાય. તે દશ પ્રકારના છે. ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ વિદ્યુત કુમાર, ૪ સુવર્ણકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ વાયુકુમાર, ૭ સ્વનિતકુમાર, ૮ ઉદધિકુમાર, ૯ દ્વીપકુમાર ને ૧૦ દિકુમાર. એ દશે ભેદ મનુષ્યમાં જેમ ક્ષત્રિયાદિ ભેદ હોય છે તેમ ભવનપતિના અવાન્તર જાતિભેદ જાણવા. એને ભેદ વર્ણ–ચિહ્નાદિવડે પણ છે તે આગળ કહેવાશે.
અહીં કાયપ્રમાણ સ્થાનવાળા મહામંડપિ યુક્ત, વિચિત્ર મહાકાંતિવાળા રત્નોની પ્રભાથી સકળ દિશાચકવાળને પણ જે પ્રકાશિત કરી રહ્યા છે તેવા, રમણિકતાના પ્રકર્ષરૂપ ભૂમિવાળા જે આવાસો, તેમાં બહાળતાએ અસુરકુમારે વસે છે, કવચિત જ ભવનમાં વસે છે અને બાકીના નાગકુમારાદિકે બહાળતાએ ભવનમાં જ વસે છે, કદાચિત્ જ આવાસમાં વસે છે. આ પ્રમાણે હોવાથી સામાન્ય સર્વે ભવનમાં વસે છે એમ ગણીને તેમને વિનવાસી કહેવામાં આવે છે.
વિવિધ પ્રકારના વનાન્તરાદિક જેમને આશ્રયરૂપ છે તે વ્યક્ત કહેવાય છે. તે આ પ્રમાણે–તે તે વનાન્તરમાં, શૈલાન્તરમાં, કન્દરાન્તમાં જે વસે છે તેને વ્યખ્તર જાણવા. અથવા મનુષ્યોથી જેને અંતર નથી તેને વ્યન્તર કહીએ. કેટલાક વ્યન્તરે ચક્રવતી વિગેરે મનુષ્યની પણ જાતિવંત સેવકની જેમ સમ્યક પ્રકારે સેવા કરે છે, તેથી મનુષ્યથી અન્તર વિનાના તે વ્યન્તર કહેવાય છે. આ તે વ્યન્તર શબ્દની વ્યુત્પત્તિને અંગે કહ્યું, પ્રવૃત્તિ નિમિત્તે તે સર્વત્ર જાતિભેદને જ અનુસરવું. તે રીતે વિચારતાં વ્યક્તો આઠ પ્રકારના છે. કિન્નર ૧, કિપુરૂષ ૨, મહારગ ૩, ગંધર્વ, યક્ષ પ, રાક્ષસ, ભૂત ૭ ને પિશાચ ૮.
જેનામાં તિ છે તેને તિષ્ક કહીએ. તે પાંચ પ્રકારના છે. ચંદ્ર ૧, સૂર્ય ૨, ગ્રહ ૩, નક્ષત્ર અને તારા ૫. એ દરેક પ્રત્યેક દ્વીપ ને સમુદ્રમાં હોવાથી અસંખ્યાતા છે, કેમકે દ્વિીપ ને સમુદ્ર અસંખ્યાતા છે.
- હવે વિશિષ્ટ પુણ્યવાળા જીવોથી જે ભગવાય તેને વિમાન કહીએ. તે વિમાનમાં થયેલા તેને વૈમાનિક કહીએ. તે વૈમાનિક બે પ્રકારના છે. ૧ કલપપન્ન ને ૨ કપાતીત. કલ્પશબ્દ સ્થિતિ વિશેષ કલ્પ, સ્થિતિ, જીત, મર્યાદા એ