________________
૧૦૧
-
દેવાધિકાર.]
દેવોનું દેહમાન લાવવાનું કારણ. विवरे इक्कीकृणे, इक्कारसगाउ पाडिए सेसा । रयणिकारस भागा, एकुत्तर बुढिया चयसु ॥ १४७ ॥
ટીકાર્થ–સાધર્મશાનરૂપ દ્રિકાદિ અનુત્તર વિમાન પંચક પર્યત સાત સ્થાનમાં સાગરોપમ દ્રિકાદિ જે સ્થિતિ કહી છે તેને વિશ્લેષ કરે એટલે મોટી સ્થિતિમાંથી નાની સ્થિતિ બાદ કરવી, બાદ કરતાં જે વધે તેમાંથી એક ઊણ કરતાં જે રહે તેટલાને હાથના અગ્યારીયા ભાગમાંથી બાદ કરવા, શેષ જેટલા ભાગ રહે તેટલા ભાગમાંથી યથોત્તર એકેક ભાગને પૂર્વ પૂર્વ કલ્પગત શરીરના પ્રમાણમાંથી ઓછો કરે. એટલે યથાક્ત પ્રતિસાગરેપમે ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ આવશે. તે આવી રીતે સમજવું–સિધમ્શાનની ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરેપની છે તેને સનકુમાર અને મહેંદ્રની સાત સાગરોપમની સ્થિતિમાંથી બાદ કરતાં બાકી પાંચ રહે તેમાંથી એક ઊણ કરતાં ચાર આવે. તેને એક હાથના ૧૧ ભાગ કરીને તેમાંથી બાદ કરીએ એટલે બાકી સાત રહે તે સાત ભાગને સબમેં. શાનગત શરીરપ્રમાણુના સાત હાથમાંથી બાદ કરીએ એટલે છ હાથને અગ્યારીઆ ચાર ભાગ રહ્યા એટલું સનસ્કુમાર ને માહેંદ્રમાં ત્રણ સાગરોપમના આ યુવાળાનું શરીર હોય. હવે પછી સાગરોપમની વૃદ્ધિએ એકેક અગ્યારીયો ભાગ ઘટાડે. જેમનું આયુષ્ય ૪ સાગરોપમનું હોય તેનું શરીર પ્રમાણ ૬ હાથ ને જે ભાગનું હોય, જેમનું આયુષ્ય પાંચ સાગરોપમનું હોય તેનું શરીર ૬ હાથને * નું હોય, જેમનું આયુષ્ય છ સાગરોપમનું હોય તેનું શરીર ૬ હાથ ને 1 નું હોય અને જેમનું આયુષ્ય સાત સાગરોપમનું હોય તેનું શરીર બરાબર છ હાથનું હાય.
(આ શરીરપ્રમાણ આગળ યંત્રવડે પણ બતાવવામાં આવેલ છે.)
હવે બ્રહ્મલાતકની સ્થિતિ ઉત્કૃષ્ટી ૧૪ સાગરોપમની છે તેમાંથી સનકુમાર અને માહેની ૭ સાગરોપમની સ્થિતિ બાદ કરતાં ૭ રહે. તેમાંથી એક ઊણ કરતાં ૬ રહે. તેને એક હાથના ૧૧ ભાગ કરી તેમાંથી બાદ કરતાં ૫ ભાગ રહે. તેને સનસ્કુમાર-મહેંદ્ર સંબંધી સાત સાગરોપમની સ્થિતિવાળા દેવના શરીરના છ હાથના પ્રમાણમાંથી બાદ કરીએ એટલે પાંચ હાથ ને છ અગ્યારીઆ ભાગ રહે. તેટલું શરીરપ્રમાણ બ્રહ્મલોકમાં જેની સ્થિતિ ૮ સાગરોપમની હોય તેનું જાણવું. જેની સ્થિતિ નવ સાગરોપમની હોય તેનું શરીર પ્રમાણ ૫ હાથ ને જ નું જાણવું. જેની સ્થિતિ દશ સાગરોપમની હોય તેનું શરીરપ્રમાણ ૫