________________
૩૯
દેવાધિકાર.]
ભવનપતિને વર્ણ વિભાગ. હવે તે અસુરકુમારાદિને વર્ણવિભાગ કહે છે – काला असुरकुमारा, नागा उदही य पंडुरा दो वि ॥ वरकणयतवियगोरा, हुंति सुवण्णा दिसा थणिया ।। ४४ ॥ उत्तत्तकणयवन्ना, विज्जू अग्गी य हुंति दीवा य ॥ . सामा पियंगुवन्ना, वायुकुमारा मुणेयव्वा ॥४५॥
આ બંને ગાથા સ્પષ્ટાર્થવાળી હોવાથી ટીકાકારે તેની વ્યાખ્યા કરી નથી. તેને શબ્દાર્થ એ છે કે-“અસુરકુમાર શ્યામવર્ણવાળા છે. નાગકુમાર ને ઉદધિકુમાર બંને પર (ઉજજ્વળ) વર્ણવાળા છે. શ્રેષ્ઠ તપાવેલા કનક સમાન ગેરવર્ણવાળા સુવર્ણ કુમાર, દિશીકુમાર ને સ્વનિતકુમાર છે. તપાવેલા સુવર્ણ સમાન (કિચિત્ રક્ત) વર્ણવાળા વિદ્યુત કુમાર, અગ્નિકુમાર ને દ્વીપકુમાર છે અને પ્રિયંગુસમાન શ્યામવર્ણવાળા વાયુકુમાર છે. ૪૪-૪૫
હવે એમને વસ્ત્રવિષયે વર્ણવિભાગ કહે છે – असुरेसु हुंति रत्ता, सिलिंधपुप्फप्पभा य नागदही । आसासगवसणधरा, हुंति सुवण्णा दिसा थणिया ॥४६ ॥ नीलाणुरागवसणा, विज्जू अग्गी य हुंति दीवा य। संझाणुरागवसणा, वाउकुमारा मुणेयव्वा ॥४७॥
ટીકાર્થ—અસુરકુમારના પ્રાચુ કરીને રક્ત વસ્ત્રો હોય છે. નાગકુમાર ને ઉદધિકુમારના સિલિન્ધપુષ્પ જેવા એટલે નીલવર્ણના વસ્ત્રો હોય છે. સુવર્ણકુમાર, દિશા કુમાર ને સ્વનિતકુમાર અશ્વના મુખના ફીણ જેવા વર્ણના વસ્ત્રોને એટલે ઘણે ભાગે વેત વસ્ત્રને ધારણ કરનારા હોય છે. વિદ્યુત કુમાર, અગ્નિકુમાર ને દ્વિીપકુમાર નીલવર્ણવાળા વસ્ત્રોને ધારણ કરનારા હોય છે અને સંધ્યાના રંગ જેવા વર્ણવાળા વસ્ત્ર ધારણ કરનારા વાયુકુમાર હોય છે. ૪૬-૪૭
હવે એ ભવનપતિની દશે નિકાયના દક્ષિણને ઉત્તર વિભાગના બે બે ઈંદ્રો છે તેના નામે કહે છે
चमरे बली य धरणे, भूयाणंदे य वेणुदेवे य । तत्तो य वेणुदाली, हरिकंत हरिस्सहे चेव ॥४८॥