________________
૨૦૨
શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષ્યાધિકાર. ટીકાર્ય–જ્યારે-જે કાળે મહોદય-મૈથુન આસેવન અભિલાષ રૂપ તીવ્ર–ગાઢ સ્વરૂપવાળો હોય છે ત્યારે તેમ જ અજ્ઞાન–અનાગ રૂપ તેમ જ સુમહાભય રૂ૫–અતીવ ભયાનક, અતિ ભયાનક હોવાથી અજ્ઞાનથી કોણ બીતું નથી? સર્વ બેહે છે; કારણ કે અજ્ઞાનના વશથી જીવ સચેતન છતાં પણ અચેતન રૂપ થઈ જાય છે, તેવા અજ્ઞાનથી તેમ જ અસાતાદનીય રૂપ અત્યંત અસાર વેદનીય કર્મના ઉદયથી જીવ એકેંદ્રિયપણે ઉત્પન્ન થાય છે. ૩૩૬
હવે એકેંદ્રિયનું આગતિદ્વાર કહેવાનો અવસર છે. એટલે કે એકેદ્રિય જ સ્વસ્થાનથી ઉદ્ધર્યા સતા ક્યાં ઉપજે છે ? તે વાત આગળ ઉપર કહેશે. હમણા તે વિકલૈંદ્રિયને ઉપપાત ને વિરહકાળ જઘન્ય ને ઉત્કૃષ્ટ કહે છે –
भिन्नमुहुत्तो विगलिंदियाण संमुच्छिमाण य तहेव ।। बारसमुहुत्तगप्भे, उक्कोस जहन्नओ समओ ॥ ३३७ ॥
ટીકાથ–વિકલેંદ્રિય એટલે બેઇંદ્રિય, ત્રીંદ્રિય અને ચરિંદ્રિય જીવન તેમ જ સંમૂછિમ પંચેંદ્રિયને અંતમુહૂર્ત પ્રમાણ ઉપપાતવિરહકાળ જાણો. ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચ ને મનુષ્યને આશ્રીને ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ બાર મુહૂર્તને જાણવો. જઘન્ય તે સર્વત્ર વિકલેંદ્રિયોનો પણ ઉપપાતવિરહકાળ એક સમયને જાણવો. ૩૩૭
હવે વિકસેંદ્રિયોને અને સંમૂર્ણિમ ગર્ભ જ તિર્યનો ઉદ્વર્તનાવિરહકાળ, એમની જ ઉપપાત ને ઉદ્વર્તનની સંખ્યા તથા સામાન્ય નારક, તિર્યંચ, મનુષ્ય ને દેવેની ગતિનાં દ્વારનું પ્રતિપાદન કરે છે--
उठवट्टणा वि एवं, संखा समएण सुरवरतुल्ला । નતિરિય સંઘ સંકુ, નંતિ ગુરનારા અમે
ટીકાથી–વિકસેંદ્રિય અને સંમૂરિઝમ તેમ જ ગર્ભજ તિર્યંચ પંચંદ્રિયને ઉપપાતવિરહકાળની સરખો જ ઉદ્વર્તનાવિરહકાળ જાણો. (અહીં એક ગાથા કહી છે તેને સાર ઉપર આવી ગયેલ છે. ફક્ત ઉપર ઉપપાતવિરહકાળ કહેલ છે, અહીં ઉદ્વર્તનાવિરહકાળ સમજવો. ) આમ કહેવાથી ઉદ્વર્તનાવિરહકાળનું દ્વાર કહ્યું, હવે તે જ બેઈદ્રિયાદિક જીવોની ઉપપાત ને ઉદ્વર્તનની સંખ્યા એક સમય આશ્રી કહેવાની છે, તે દેવો પ્રમાણે