________________
૧૯૭
તિર્યંચમનુષ્યાધિકાર. ] સાત પ્રકારના ઉપક્રમનું સ્વરૂપ.
તે ઉપક્રમ સાતપ્રકારના હોય છે તે કહે છે – अज्झवसाणनिमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाणू, सत्तविहं भिज्जए आउं ॥ ३३१ ॥
ટીકાર્થ –જેના વડે આયુ ભેદ પામે એટલે કે શીધ્રમેવ વિધ્વંસને પામે તેવા પ્રકાર આ પ્રમાણે કહેલા છે-અધ્યવસાને–અધ્યવસાયને લઈને. તે અધ્યવસાય ત્રણ પ્રકારના છે-રાગરૂપ, સ્નેહરૂપ ને ભયરૂપ. તેની મતલબ એ છે કે અત્યંત રાગાદિના અધ્યવસાયથી આયુ ભેદ પામે છે. જેમ એક પરબવાળી કઈ તરૂણ પુરૂષ પરના અનુરાગથી તેને જોતી જોતી, કોઈ સ્ત્રી પુત્રવિયોગ થવાથી તેના પરના નેહથી અને કૃષ્ણ વાસુદેવને જેવાવડે ગજસુકુમારના સાસરા સોમીલને ઉત્પન્ન થયેલા ભયથી તેઓના પ્રાણ ગયા તેમ આયુ ભેદ પામે છે. બીજું કારણ–નિમિત્તથી એટલે દંડ, ચાબુક, શસ્ત્ર અને દેરડાદિકના પ્રકારના નિમિત્તથી. ત્રીજું કારણ–આહાર-પ્રચુર આહાર ખાવાથી. ચોથું કારણ–વેદના એટલે શૂળાદિકની ગાઢ વેદનાથી. પાંચમું કારણ–પરાઘાત તે ખાડામાં પડી જવા વિગેરેથી થતા તીવ્ર આઘાતથી. છઠું કારણ-સ્પર્શ તે સર્પાદિ ઝેરી પ્રાણીના સ્પર્શથી, સાતમું કારણ–પ્રાણાપાન એટલે શ્વાસના રૂંધાઈ જવાથી–એ રીતે કુલ સાત પ્રકારે આયુ ભેદાય છે. આ ઉપક્રમો અપવર્તનોગ્ય આયુનું અપવર્તન કરે છે, અનપવર્તનોગ્યનું અપવર્તન કરી શકતા નથી.
આવા નિમિત્તો ચરમશરીરી વિગેરેને પણ કદાચિત્ સંભવે છે અને પીડા ઉત્પન્ન કરે છે; પરંતુ તે આયુની અપવર્તન કરી શકતા નથી. કેવળ ઉપક્રમના હેતુના સંપર્કવાળું આયુ તે સોપકમાયુ કહેવાય છે. તે સિવાયના ઉપક્રમના હેતુ વિનાના આયુ તે નિરૂપકમાયુ કહેવાય છે. ઇતિ–આ પ્રસંગે સર્યું. ૩૩૧.
હવે પ્રસ્તુત કહેવું છે તેમાં પ્રકૃતિને ઉપસંહાર કરતા અને ઉત્તર હકીકતનો સંબંધ જોડતા સતા કહે છે –
पुढवाईण भवठिई, एसा मे वण्णिआ समासेणं । एएसिं कायठिई, उढं तु अओ परं वुच्छं ॥ ३३२ ॥
ટીકાર્થ –ઉપર પ્રમાણે અનંતર કહેલી પૃથ્વીકાય વિગેરે જીવની ભવસ્થિતિ મેં સંક્ષેપથી વર્ણવી, હવે એની પછી તે પૃથિવીકાયાદિ છેની જ