________________
૧૧૦
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. આ ગાથાને અર્થ ઉપરની ગાથામાં લગભગ આવી ગયો છે. આ ગાથામાં એટલું વિશેષ જણાવ્યું છે કે-જે વ્યંતર દેવ થવા યોગ્ય શુભ ચિત્તના અધ્યવસાય હોય અને નરકાદિ ગતિયોગ્ય અત્યંત રદ્ર અથવા આર્ત ચિત્ત ન હોય તે વ્યંતર થાય. ૧૬૨
उववाओ तावसाणं, उक्कोसेणं तु जाव जोइसिया। जावंति बंभलोगो, चरगपरिवायउववाओ॥ १६३ ॥
ટીકાર્થતાપસ એટલે વનવાસી મૂળ, કંદ, ફળાદિને આહાર કરવાવાળા તે ઉત્કૃષ્ટ જ્યોતિષ સુધીમાં ઉપજે, તે ઉપર ન ઉપજે. અને ચરકજાતિના પરિવ્રાજક જે કપિલમતાનુસારી હોય છે તે ઉત્કૃષ્ટ બ્રહ્મક સુધી ઉપજે. ૧૬૩
पंचिंदियतिरियाणं, उववाओकोसओ सहस्सारे । उववाओ सावगाणं, उक्कोसेणच्चुओ जाव ॥ १६४ ॥
ટીકાર્થ –પચંદ્રિય તિર્યંચ હસ્તી વિગેરે સમ્યગ્દર્શન અને દેશવિરતિ યુક્ત હોય તે તેના પ્રભાવથી આઠમા દેવલેક સુધી ઉત્પન્ન થાય છે અને શ્રાવક દેશવિરતિ યુક્ત મનુષ્ય તેના પ્રભાવથી ઉત્કૃષ્ટ બારમા અચુત દેવલોક સુધી ઉત્પન્ન થાય છે. ૧૬૪
जे दंसणवावन्ना, लिंगग्गहणं करिति सामन्ने ।
तेसि पि य उववाओ, उक्कोसो जाव गेविजे ॥ १६५ ॥ - ટીકાર્ય–જે નિર્દિષ્ટ સ્વરૂપવાળા પ્રાણીઓ દર્શને તે સમ્યગદર્શન તેથી વ્યાપન્ના એટલે વ્યતીતા-સમ્યગદર્શનથી ભ્રષ્ટ થયેલા શ્રમણપણું સ્વીકારીને તેના રજોહરણાદિ લિંગને–વેષને ગ્રહણ કરે છે. દશ પ્રકારના યતિધર્મને સ્વીકારે છે તે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્યની અભિવ્યક્તિરૂ૫ સભ્યત્વથી વિકળ છે છતાં દશ પ્રકારની ચકવાળ સામાચારીને પરિપૂર્ણપણે પાળનારા હોય છે. તેઓ પરિપૂર્ણ સામાચારી પાળવાના પ્રભાવથી ઉત્કૃષ્ટ શૈવેયક સુધી એટલે નવમા ગ્રેવેયક સુધી ઉપજે છે. ૧૬૫
તેમાં કાંઈક વિશેષ કહે છે –