________________
સામાન્યાધિકાર. ]
સક્ષિપ્ત સંગ્રહણિ.
૨૫
બીજું ઉદાહરણ આ પ્રમાણે જાણવુ. છ ચાર કેાઇ ગામના ઘાત કરવા નીકળ્યા. તેમાં એક કહે કે-દ્વિપદ્મ-ચતુષ્પદ જે સામે આવે તેને મારવા, બીજાએ કહ્યું કે મનુષ્યને જ મારવા, ત્રીજો કહે કે-મનુષ્યમાં પણ પુરૂષને જ મારવા, ચેાથેા કહે કે–આયુધવાળાને મારવા, પાંચમા કહે કે-જે સામા થાયયુદ્ધ કરવા ઇચ્છે તેને મારવા, છઠ્ઠો કહે કેતમે કેવળ ધન ગ્રહણ કરા, તમારે મારવાનું શું કામ છે? આના ઉપનય આ પ્રમાણે સમજવે—સને મારવાનું કહેનાર કૃષ્ણ લેશ્યાવાળા, એ પ્રમાણે બધા ઉતરતા ઉતરતા જાણવા. છેવટ ધન જ લેવાનું કહેનાર શુકલ લેશ્યાવાળા જાણવા. આમાં પ્રથમની ત્રણ લેસ્યા અપ્રશસ્ત છે અને ઉપરની ત્રણ પ્રશસ્ત છે. તેથી પ્રથમની ત્રણને પરિહરી ઉપરની ત્રણ માટે પ્રયત્ન કરવેશ.
૮ હવે ઇંદ્રિયા-સ્પનાદિ પાંચ-સ્પન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રાત્રરૂપ જાણવી. તે ઇંદ્રિયા પૃથિવી, કૃમિ, કીડી, ભ્રમર અને મનુષ્યાદિમાં એકેક વધતી જાણવી. એ ઇંદ્રિયાનું સ્વરૂપ દ્રવ્ય-ભાવ ભેદે કરીને નદી અધ્યયનની ટીકાથી જાણવું. ૯ સમુદ્ઘાત-સાત પ્રકારે છે. વેદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ, આહારક ને કેવળી. આનું સ્વરૂપ શ્રીપન્નવણા સૂત્રની ટીકાથી જાણવું. ૧૦ સન્ની–સંજ્ઞા–મન જેને હાય તે સંજ્ઞી. મનપર્યાપ્તિએ પોસા પચેંદ્રિય તે સ`જ્ઞી અને બીજા અસજ્ઞી પૃથિવીકાયથી માંડીને સમૂચ્છિમ પચેંદ્રિય સુધીના જીવે જાણવા. અથવા સંજ્ઞી ત્રણ પ્રકારના છે. ૧ દીર્ઘ કાલિકી ઉપદેશવડે, ૨ હેતુવાદ ઉપદેશવડે, અને ૩ ષ્ટિવાદ ઉપદેશવડે તેમાં દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા તેને કહીએ કે જે ‘હું આ કરૂં છું, મેં આ કયું` છે, હું આ કરીશ.’ એમ ત્રિકાળ વિષયક સજ્ઞાવાળા હાય; તે સ ંજ્ઞી પ ંચેન્દ્રિય જાણવા. તે સિવાયનાને અસંજ્ઞી (મન વિનાના) કહીએ. હેતુવાદોપદેશવડે સજ્ઞી તે કે જે કારણને લઇને પ્રવર્તે-જેમ કૃમિ વિગેરે તડાકા વિગેરેથી પરાભવ પામ્યા સતા તેના નિવારણ માટે પ્રયત્ન કરે (છાયામાં આવે) તે અપેક્ષાએ તેને પણ સંજ્ઞી કહીએ, કેવળ તેને ( વિકળેંદ્રિયાને ) દીર્ઘકાલિકી સંજ્ઞા હોતી નથી. આ સંબંધમાં કહ્યું છે કે જે ઇષ્ટાનિષ્ટ વસ્તુ સંબંધી વિચાર કરીને ઇષ્ટમાં પ્રવતે અને અનિષ્ટથી નિવર્તે, તેને દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જાણવા. પેાતાના શરીરની રિપાલનાને માટે પ્રાયે કરીને જેની પ્રવૃત્તિ સાંપ્રતકાળને આશ્રીને હાય તેને હેતુવાદે પદેશિકી સંજ્ઞાવાળા કહીએ. દીર્ઘકાળને આશ્રીને તેમની પ્રવૃત્તિ હાતી નથી. તે સંજ્ઞા વિનાના નિશ્ચેષ્ટ જીવા ( એકેદ્રિય )ને તેની અપેક્ષાએ અસની કહીએ. ષ્ટિવાદોપદેશ સંજ્ઞાવડે સમકિત ષ્ટિ
૨૯