________________
દેવાધિકાર.]
નક્ષત્ર ને ગ્રહોની પંક્તિઓનું પરિમાણ. દક્ષિણ બાજુ સૂર્યની પંક્તિમાં ૧ જંબદ્વીપમાં, ૨ લવણસમુદ્રમાં, ૬ ઘાતકીખંડમાં, ૨૧ કાળદસમુદ્રમાં ને ૩૬ પુષ્કરવરદ્વીપાર્ધમાં-એમ સર્વ સંખ્યાએ ૬૬ થાય છે. એ રીતે ઉત્તર બાજુની સૂર્યની પંક્તિમાં પણ ૬૬ જાણવા. એવી રીતે જુદી જુદી ચંદ્રની પંક્તિમાં પણ ૬૬-૬૬ જાણવા. ૬૭.
નક્ષત્રને ગ્રહની પંક્તિપ્રતિપાદક એવી સૂર્યપ્રજ્ઞપ્તિની બે ગાથા નીચે પ્રમાछपन्नं पंतीओ, नरकत्ताणं तु मणुयलोगम्मि । छावट्ठी छावट्ठी य, होइ इकिकिया पंती ॥ ६८॥ छावत्तरी गहाणं, पंतिसयं होइ मणुयलोगम्मि । छावट्ठी छावट्ठी य, होइ इकिकिया पंती ॥ ६९ ॥
આ બે ગાથા અન્ય સ્થળની હોવાથી ટીકાકારે ટીકા કરી નથી. એનો ભાવાર એ છે કે મનુષ્યલકમાં નક્ષત્રની પંકિત છપન છે અને એકેક પંકિતમાં નક્ષત્રો ૬૬-૬૬ હોય છે. મનુષ્યક્ષેત્રમાં ગ્રહોની પંક્તિ એક સો ને છેતેર છે. એકેક પંકિતમાં નક્ષત્ર ૬૬-૬૬ હોય છે. ૬૮-૬૯.
આ જંબદ્વીપમાં દક્ષિણાયન ને ઉત્તરાયનને કરનારા બે સૂર્યના પ્રતિદિવસ . પરિભ્રમણ કરવા ગ્ય ક્ષેત્રરૂપ પોતપોતાના બિમ્બ (વિમાન) પ્રમાણ વિષ્કભવાળા મંડળે એક સો ને ચોરાશી છે. તેમાં સર્વાત્યંતર મંડળથી માંડીને સર્વ બહિર્વતી મંડળ સુધી જેટલું ક્ષેત્ર અભિવ્યાપ્ય છે તે કહે છે –
सवेसिं सूराणं, अभिंतरमंडला उ बाहिरियं । होइ अबाहा नियमा, पंचेव दसुत्तरसयाइं ॥७॥
અર્થ–સૂર્યના સર્વ અત્યંતરમંડળથી સર્વ બાદામંડળ સુધી અબાધા નિએ પાંચ સો ને દશ જન પ્રમાણ છે. ૭૦.
ટીકાથ–સર્વ સૂર્યોના-સૂર્ય ગ્રહણથી ચંદ્રનું પણ ગ્રહણ કરવું. અન્યથા જબૂદ્વીપમાં બે જ સૂર્યો છે એટલે સર્વ સૂર્ય શબ્દની અનુપત્તિ થાય. તેથી જે જંબુદ્વીપમાં રહેલા સર્વ સૂર્ય ચંદ્રની સર્વાત્યંતરમંડળથી આગળ સર્વ બાહ્યમંડળ સુધી જે અબાધારૂપ ક્ષેત્ર છે તે નિયમાં પાંચ સો ને દશ જન છે. જે સર્વ અત્યંતરમંડળે સૂર્યબિંબના ક્ષેત્રવિષ્કભનું માન છે તેટલું તેમાં વધારે